આજે પાટીદારોના ‘સરદાર ધામ’ને જ્ઞાતિપર્ણ કરશે મોદી

અમદાવાદમાં રૂા.200 કરોડનાં ખર્ચે 7 લાખ સ્ક્વૅર ફૂટમાં બન્યું શૈક્ષણિક સંકૂલ

રાજકોટ, ભાવનગરમાં પણ બનશે સરદાર-ધામ
સરદારધામના લક્ષબિંદુ મુજબ દર બે વર્ષે વાયબ્રન્ટ સમકક્ષ જીપીબીએસ-2018 થી 2020 સુધી મહાત્મા મંદીર અને હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર યોજેલ છે અને હવે સુરત, રાજકોટ અને યુ.એસ.એ. ખાતે યોજાનાર છે. સાથે જ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના માધ્યમથી એક પ્લેટફોર્મ દ્વારા નાના-મધ્યમ અને મોટા 10 હજારથી વધુ ઉદ્યોગપતિઓ માટેનું એક વાઈબ્રન્ટ પ્લેટફોર્મ પણ તૈયાર થયું છે. આ ઉપરાંત યુવા તેજ અને તેજસ્વિની સંગઠન દ્વારા 1 લાખથી પણ વધુ રાષ્ટ્રપ્રેમી યુવાનોને સંગઠિત કરવામાં આવ્યા છે. સરદારધામ દ્વારા વડોદરા અને ભાવનગરના પ્રાદેશિક સરદારધામની બાંધકામની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને આવનારા સમયમાં સુરત, રાજકોટ, મહેસાણા અને નવી મુંબઈ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આવા બીજા ઇન્સ્ટીટ્યુટનું પણ નિર્માણ કરવાનું આયોજન છે. ભુજ ખાતે સરદારધામ આયોજિત સૂર્યા વરસાણી એકેડમીમાં તાલીમ કેન્દ્રનો શુભારંભ તા.14-9-2021ના રોજ થઈ રહ્યો છે. નવી દિલ્હી ખાતે મહિલા સમાજ ભવનમાં યુપીએસસી સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્ર ટૂંક સમયમાં ચાલુ થશે. સર્વ સમાજ સમરસ સમિતિ સરદારધામ દ્વારા સર્વ સમાજનો વિકાસ થાય તેના ભાગરૂપે સર્વ જ્ઞાતિ સમાવિષ્ઠ સામાજીક સમરસ સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિ દર ત્રણ માસે મળે છે.

(સંવાદદાતા) અમદાવાદ તા.10
અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસેના એસપી રીંગ રોડ પર પાટીદાર સમાજ દ્વારા અંદાજીત રૃ.200 કરોડના ખર્ચે 11,670 સ્ક્વેર મિટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે સરદારધામ ફેઝ-2 અંતર્ગત રૃ.200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે ક્ધયા છાત્રાલય અને સરદાર ભવન બનાવવામાં આવશે.
“નવનિર્મિત સરદારધામ ભવનના ઈ-લોકાર્પણ અને ક્ધયા છાત્રાલયનું ઈ-ભૂમિપૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.11ના રોજ થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, મંત્રીમંડળના સભ્યો તેમજ સરદારધામના ભવનદાતાઓ, ભુમિદાતાઓ અને ટ્રસ્ટીઓની સરદારધામ ખાતે ઉપસ્થિતિ રહેશે.
“સરદારધામમાં 800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે. સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને 1000-1000 વ્યક્તિઓની ક્ષમતા સાથેના 2 હોલ પણ છે.
સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વિગેરે પ્રવૃત્તિઓ માટે 8થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે અને આ સંકુલ પ્રવેશ દ્વારમાં સરદાર સાહેબની 50 ફૂટ ઉંચી કાંસ્યની વિશાળ પ્રતિમા 3.50 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે.
સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને 1000-1000 વ્યક્તિઓની ક્ષમતા સાથેના 2 હોલ પણ છે. સરદારધામ ભવનના બેઝમેન્ટ 1 અને 2 માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતું ટ્રસ્ટીશ્રી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે. સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વિગેરે પ્રવૃત્તિઓ માટે 8થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે અને આ સંકુલ પ્રવેશ દ્વારમાં સરદાર સાહેબની 50 ફૂટ ઉંચી કાંસ્યની વિશાળ પ્રતિમા 3.50 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ