ગડુ શેરબાગ સહિત નજીકના અનેક ગામોમાં મેઘ મલ્હાર

ચાર ઈંચ સુધી હેત વરસતા ખેડુતો ખુશખુશાલ

(પ્રતિનિધિ દ્વારા)
ગડુ શેરબાગ તા. 13
ગડુ(શેરબાગ) તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગડુ,ખેરા, સમઢીયાળા વિષણવેલ, સુખપુર,સિમાર, ઘુમલી.ઝડકા,ગોતાણા વગેરે ગામોમાં રવિવારે રાત્રેથી વિજળીના કડાકા ભડાકા સાથે ધીમેધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જે સોમવારે પણ દિવસભર વરસાદ વરસ્યો હતો જેથી અંદાજે 4 ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો હતો. ખેતરોમાં પાણી ભરાઇ ગયા.અને હજુ અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડુતપુત્ર વરાપની રાહ જોઇ રહ્યા છે. સતત વરસાદથી કુવાઓ પણ છલકાય ગયા છે. અને હજુ પણ આકાશમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રે વધુ વરસાદ વરસસે તેવું લાગી રહ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ