રાજકોટ સહિત આઠેય મનપામાં રાત્રિ કફર્યુ 25મી સુધી લંબાવાયો

ગણેશોત્સવના દિવસોમાં રાત્રિના 12 સુધી છુટ: બાકીની રાત્રિના 11 થી સવારના 6 સુધી કફર્યૂ

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર,તા.14
રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. સરકારે 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો છે.
ગણેશ ચતુર્થીના તહેવારમાં કર્ફ્યૂમાં રાહત
ગુજરાત સરકારે અગાઉ રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને કોરોના અંગેની ગાઇડલાઇન અને એસઓપી અન્વયે રાત્રિ કર્ફ્યૂ અને અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી. જેમાં જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યે અને ગણેશોત્સવના 10 દિવસો દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે તેમ જણાવ્યું હતું.
જોકે ગણેશોત્સવ દરમિયાન જ નવી સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો ઘટાડીને 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરી દીધો છે. આ અગાઉ 9થી 19મી સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 12 વાગ્યા કરવાની જાહેરાત કરાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ