ધો. 6ની વિદ્યાર્થીની સાથે શિક્ષક કરતો ’તો અડપલા

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર તા.14
ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકમાં ધો.6 મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક છેડછાડ કરી હોવાના આરોપ લગાવતી ફરિયાદ નોંધવામાં આવી છે.સરકારી શાળા ના શિક્ષક વિરુદ્ધ સગીરાના ફરિયાદી પિતાનો આરોપ છેકે ફળીયામાં અને કલાસ રૂમ મા અડપલાં કરવામાં આવ્યા હતા.પોલીસે પોકસો સહિત ની કલમ નોંધી બનાવ ને લઈ તપાસ હાથધરી છે.
તળાજા પંથક અને ખાસ કરીને શિક્ષણ જગત અને જાણકાર સૂત્રો મા ચકચાર જગવતા બનાવ ની ઇન્ચાર્જ પો.ઇ જે કે મૂળિયા પાસે થી મળતી વિગતો મુજબ ધો.6 માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીનીના વાલી એ બાબરીયાત ગામે રહેતા અને સરકારી શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહાસુખ ભટ્ટ વિરુદ્ધ આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છેકે પોતાની દીકરી કલાસ શિક્ષક ન હોવા છતાંય શિક્ષક એ ઓરડા અને ફળીયા માં જઈ પીછો કરી અડપલા કર્યા હતા.
આજે ફરિયાદી પક્ષ શાળા એ બપોર ના સમયે ગયેલ.પરંતુ શિક્ષક સ્થિતિ ને પામી ભાગી ગયેલા. ત્યારબાદ પોલીસ ફરિયાદ ન થાય તે માટે રાજકીય, સ્થાનિક આગેવાનો સુધી વાત કરવામાં આવી હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. શિક્ષક પરિણીત હોવાનું સૂત્રો એ ઉમેર્યું હતું.
ફરિયાદ ના પગલે પોલીસ તપાસ ના કામે સ્કૂલે ગયેલ.

રિલેટેડ ન્યૂઝ