ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલમાં સરદારધામ લોકાર્પણ ઓનલાઈન કાર્યક્રમ

મોદીએ લોકાર્પણ કરેલ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું

(પ્રતિનિધિ દ્વારા)
ધ્રોલ તા.14
ઉમિયાજી મહિલા કોલેજ-ધ્રોલના વિશાળ રંગમંચમાં સરદાર ધામ અમદાવાદ 600 કરોડના ક્ધયા છાત્રાલય અને અન્ય લોકાર્પણ અને ભૂમિપૂજન બાંધકામોનું વડાપ્રધાન મોદી દ્વારા ઓનલાઈન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉમિયાજી માતાજી મંદિર-સિદસર અને ઉંજાના કારોબારી ક્ધવીનર શ્રીમતિ વર્ષાબેન ભેંસદડિયાએ સંભાળેલ. અતિથિ વિશેષ સ્થાનેથી ઉમિયાજી મહિલા કોલેજના ડાયરેકટર ભગવાનજીભાઈ કાનાણીએ કાર્યક્રમની રૂપરેખા અને પ્રાસંગીક પ્રવચન આપેલ. સ્વાગત પ્રવચન સરદાર ધામના મહિલા ક્ધવીનર શ્રીમતિ સુધાબેન પટેલે આપેલ.
અતિથિ વિશેષ સ્થાને ઉપસ્થિત શ્રેષ્ઠ આચાર્ય વિજેતા વિજ્યાબેન છત્રોલા અને કાલાવડ ક્ધયા છાત્રાલય સંસ્થાના ડાયરેકટર જમનભાઈ તારપરાએ પણ શુભેચ્છા પાઠવી.

રિલેટેડ ન્યૂઝ