ઉના પાસે મીનીબસમાં દારૂની હેરાફેરી પકડાય, ત્રણની ધરપકડ

એક શખ્સ પોલીસને થાપ આપી ફરાર

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. 14
ઉના પોલીસે મીનીલક્ઝરી બસમાં લઈ જવાતો 73 બોટલ ઈગ્લીશદારૂ સાથે 3 આરોપી પકડાયા 1 નાસી છુટ્યો 3 લાખ 29200 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
ઉનાના પી.એસ.આઈ. જે.વી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારી જશપાલસિંહ પ્રતાપસિંહએ બાતમીના આધારે કંસારી-વાવરડા જતા રોડ ઉપર એક મીનીલક્ઝરી બસ નંબર જીજે. 17. ડબલ્યુ.0206 નંબરની બસ ઉભી રખાવી તેનું ચેકીંગ કરતા (1) ધીરૂ બીજલ સોલંકી રે. જુનાગઢ (2) ઉપેન્દ્ર ભૂપેન્દ્ર રાઠોડ રે-કંસારા (3) રાયસિંહ રૂપસિંહ વાળા રે-ઉના ના કબજામાંથી પરપ્રાંતની ઈગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ-73 પાસ પરમીટ વગરની મળી આવેલ જેની કિંમત રૂ. 29200 તથા 3 લાખની બસ મળી રૂ. 3,29,200 મુદામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરેલ હતો. અને પત્રકાર તરીકે ઓળખાતો હાજી કાસમ મન્સુરી રે-ઉના વાળો હાજર નહીં મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ પી.એસ.આઈ. જે.વી. ચુડાસમા કરી રહ્યા છે.
શાડેસર ગામે જુગાર રમતા 6 ઝડપાયા
ઉનાના સા.ડેસર ગામે ઉનાના પોલીસ સંદીપભાઈ ઝણકાટ તથા સ્ટાફે જાહેરમાં જુગાાર રમતા (1) બીજલ પોલા બાંભણીયા (2) ભરત સામજી (3) મોહન બચુ બાંભણીયા (4) રાજી લાખા બારૈયા (5) રમેશ સામત રાઠોડ (6) પ્રેમજી હમીર ચારણીયા, રે-સાડેસર વાળાને રોકડા રૂપિયા 9830 સાથે પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ