એસજીવીપી ગુરૂકુળ છારોડીમાં દર્શને પધારતા સીએમ. પટેલ

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા.14
મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલા પૂર્વ નામીત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલ, છારોડી ખાતે દર્શને તથા સંતોના આશીર્વાદ લેવા પધાર્યા હતા. શાસ્ત્રી માધવપ્રિયદાસજી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ, ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્ર ગાન અને પૂર્ણકુંભ સાથે સ્વાગત કર્યું હતું. અને રાજ્ય સંચાલનમાં સફળતા માટે શુભ કામના પાઠવી હતી. તેઓએ પદભાર સાંભળતા પહેલા એસજીવીપીમાં દેવ દર્શન કરી, સંતના આશીર્વાદ લઈ ગાય માતાનું વેદોક્તમંત્રો સાથે વિધિવત પૂજન કરી મંગળ પ્રયાણ કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ