સોરઠમાં વડાપ્રધાનનો જન્મ દિવસ ઉજવાશે

વિવિધ કાર્યક્રમોનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા) જૂનાગઢ તા. 14
તા. 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા યોજનાકિય લાભ આપવા વિવિધ કાર્યક્રમો યોજાશે.
યોજનાકિય લાભોમાં પ્રધાનમંત્રી ઉજ્જવલ્લા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ કનેક્શન અપાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મીશન અંતર્ગત કાર્યક્રમ યોજાશે. બાળસખા યોજના અંતર્ગત સહાય વિતરણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ વેક્સિનેશન સહિતના કાર્યક્રમો યોજાશે.
જિલ્લા કલેક્ટર રચિત રાજ અને જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખના માર્ગદર્શન હેઠળ તાલુકા, નગરપાલિકા તેમજ ગ્રામ્યકક્ષા સુધી કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમો માટે જિલ્લા ગ્રામ એજન્સીના નિયામક, જિલ્લા પુરવઠા અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને બાળ સુરક્ષા અધિકારીને જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ