હાલારમાં મેઘો પશુધન પર મોત બની ત્રાટકયો : 11 ગાયોના મોત

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા 14,
જામનગર શહેર અને જિલ્લામાં મેઘ તાંડવ પછી મોટી સંખ્યામાં પશુધન ને હાની પહોંચી છે, અને ગાય- ભેંસ- ઘેટા- બકરા સહિતના અનેક પશુઓ વરસાદી પૂરમાં તણાઈ ગયા છે, ત્યારે જામનગર જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા આ અંગેની સર્વે કરવાની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે, અને જુદી-જુદી અઢાર જેટલી ટુકડીઓ અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરવા માટે રવાના કરી દેવામાં આવી છે. તે નિચાણવાળા વિસ્તારમાં પાણી ઓસરતા 11 ગાયોના મૃતદેહ મળ્યા હતા.
જામનગર જિલ્લામાં 2018ની સાલ માં પશુઓની ગણતરી કરવામાં આવી હતી, ત્યારે જિલ્લામાં ત્રણ લાખથી વધુ પશુઓ નોંધાયા હતા. જેમાં ખાસ કરીને ગાય-ભેંસ-ઉંટ-બકરા-ઘેટા વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે અનેક પશુઓ પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેથી પશુધનની નુકસાનીની સર્વેની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.
જામનગર જિલ્લાના પશુપાલન અધિકારી ડો. અનિલ વિરાણી ની રાહબરી હેઠળ જુદી-જુદી બાર ટુકડીઓ બનાવી ને સર્વે માટે દોડતી કરી લેવામાં આવી છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકશાની થઇ હોવાથી સમગ્ર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી પાંચ ટુકડીઓ બનાવી સર્વે કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જામજોધપુર તાલુકામાં બે ટુકડી, કાલાવડ તાલુકામાં બે ટુકડીને દોડતી કરાઈ છે જ્યારે ધ્રોળ- જોડીયા અને લાલપુરમાં એક એક ટુકડીને આજે સવારે જ રવાના કરી દેવામાં આવી છે.
જે તમામ ટુકડીઓ દ્વારા આશરે ત્રણેક દિવસમાં સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને જિલ્લા પંચાયતના મહેસૂલ વિભાગમાં સોંપી દેવામાં આવશે.
જામનગર જિલ્લાના ફ્લડ ના કારણે પશુધન મૃત્યુ પામે તેવા સંજોગોમાં ગાય-ભેંસ નું વળતર આપવા માટે રૂપિયા 30 હજારનું વળતર અપાય છે. જ્યારે ઘેટા બકરા માટે રૂપિયા 3,000 તથા મરઘાં માટે રૂપિયા 50 નો દર નક્કી કરાયો છે. જે મુજબ વળતર ચૂકવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
12 મુતદેહ મલ્યા
જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે તારાજી સર્જાઈ હતી. જેમાં કેટલૂંક પશુધન મૃત્યુ પામ્યું છે. જે પૈકી 11 જેટલા ગાય-ભેંસના મૃતદેહો પાણી ઓસરી ગયા પછી નજરે પડ્યા છે. જામનગર મહાનગરપાલિકાની સોલિડવેસ્ટ શાખા દ્વારા મૃતદેહોને અંતિમવિધિ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ