સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના નવા પાંચ કેસ

મહામારીથી સાવચેત રહેવાને બદલે બેદરકાર રહી રખડવું ભટકવુ લોકોને પડી શકે ભારે

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.14
સૌરાષ્ટ્ર-કચ્છમા સતત હાહાકાર મચાવતો કોરોના હવે ટાઢો પડ્યો છે. નવા કેસોની સંખ્યા પણ ઘટવા લાગી છે અને ઘણા દિવસોથી એક પણ મોત નહી નોંધાતા તંત્ર અને લોકોમાં હાંશકારો અનુભવાયો છે. જો કે રાહત છૂટ છાટના નિર્ણય વચ્ચે મહામારી ફરી વકરે નહી તેની સાવચેતી રાખવી જરૂરી બન્યું છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં નવા 5 કેસ નોંધાયા છે .જેમાં કચ્છમાં 3 અને જામનગર- ભાવનગરમાં 1-1 દર્દી સંક્રમિત થયા હતા. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 2 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજકોટ
રાજકોટ શહેર-જિલ્લામાં હાહાકાર મચાવતો કોરોના ટાઢો પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.છેલ્લા ઘણા દિવસોથી રાજકોટમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત કોરોનાથી ન થયાનું તંત્ર દ્વારા જણાવાયું છે. જ્યારે નવો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે રાજકોટ જિલ્લામાં 1 દર્દી સાજો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અને મત્યુઆંક હવે ધીમે ધીમે ઘટવા લાગતાં તંત્ર અને લોકોમાં રાહતની લાગણી ફેલાઇ છે.
જામનગર
જામનગર શહેર જિલ્લામાં હાહાકાર મચાવતા કોરોનાથી આજે શહેર-જીલ્લામાં મૃત્યુઆંકમાં રાહત મળી હોય તેમ એક પણ દર્દીનું મોત નહિ નીપજ્યુ હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે 24 કલાકમાં નવો એક કેસ નોંધાયો છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. કોરોનાનું સંક્રમણ અને મત્યુઆંકમાં મદઅંશે ઘટાડો નોંધાતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રિલેટેડ ન્યૂઝ