મહિલા તલાટીમંત્રીનું દેશી ગર્લ એપ્લીકેશનમાં બન્યું ફેક આઈ.ડી

(પ્રતિનિધિ દ્વારા)
અમરેલી તા.14
અમરેલીમાં તલાટી મંત્રીની નોકરી કરતી મહિલાનું તેની ભાભીએ દેશી ગર્લ એપ્લિકેશનમાં ફેક આઈડી બનાવી તેમાંથી બીભત્સ મેસેજ પોસ્ટ કરી મોબાઈલ તેમજ સરનામું લખી બદનામ કરતા સાયબર ક્રાઇમ પોલીસમાં તલાટી મંત્રી મહિલાએ તેની ભાભી સામે ફરિયાદ નોંધાવતા ચકચાર જાગેલ છે…
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતી અને તલાટી મંત્રી તરીકે નોકરી કરતી મૂળ સાવરકુંડલાની વતની ભાવનાબેન વિનયચંદ્ર ભીખાભાઇ રાઠોડ નામની મહિલાની સગી ભાભી પૂનમબેન જેઠાભાઇ મહિડા રહે માંડણપરા જૂનાગઢ વાળીએ દેશી ગર્લ્સ નામની એપ્લિકેશનમાં ભાવના રાઠોડ નામથી ફેક આઈડી બનાવી સોસીયલ મીડિયા ગ્રુપમાં બીભત્સ મેસેજ કરી ભવનાબેનનું સરનામું તેમજ મોબાઈલ લખી તલાટી મંત્રી મહિલાની પ્રતિષ્ઠાને બદનામ કરતા ભાવનાબેન રાઠોડ એ તેની સગી ભાભી પૂણમબેન સામે અમરેલી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગેલ છે પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ હતું કે આરોપી પુનમબેનના ભાવનાબેનના ભાઈ સાથે લગ્ન થયેલ હતા અને હાલમાં ભરણપોષણ નો કેસ ચાલી રહયો હોઈ જે બાબતે દાજ રાખી આવું કૃત્ય કરેલ હોવાનું મનાઈ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ