ગીર સોમનાથ- સોરઠ જીલ્લામાં સાર્વત્રિક સાત ઇંચ સુધી હેત વરસ્યું

બપોરે સુધી મેઘરાજાએ સટાસટી બોલાવ્યા બાદ છૂટાછવાયા ઝાપટા ચાલુ રહ્યા : સતત સારા વરસાદથી અનેક જળાશયો છલકાયા: નદી- નાળામાં વહેતા ખળખળ પાણી

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.14
આજે સોમનાથ જીલ્લામાં મેઘરાજાએ મધરાત્રીથી હેત વરસાવવાનું ચાલુ રાખતા હળવા ભારે ઝાપટાથી લઇ કેટલાક સ્થળે સાત ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. અનેક સ્થળે નદી નાળા વોકળાઓમાં ઘોડાપુર જોવા મળ્યો હતો. તો કેટલાક ડેમો છલકાયા હતા અને મોટા ભાગના ડેમોમાં વ્યાપક પ્રમાણમાં નિરની આવક થતા જળશંકટ સંપુર્ણ ટળી ગયું હતું.
ગીર
ડોળાસા વિસ્તારમાં છેલ્લા બે દિવસના ધોધમાર વરસાદના કારણે વર્ષની દશા અને દીશા બદલી નાખી છે. ત્રણ દીવસ પહેલા દુષ્કાળનો ડર ખેડુતો લોકોને સતાવી રહ્યો હતો પણ તા.13ના રોજ 96 મીમી વરસાદ થયો હતો તો આજે તા.14ના રોજ મોડી રાતથી માંડી આખો દિવસ ધીમો ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન 98 મીમી વરસાદ નોંધાયો છે. મૌસમનો કુલ વરસાદ 66 મીમી થયો છે.આ વરસાદથી પાંચ પીપળવા ડેમ અને પીછળ તળાવમાં નવા નીરની આવક થઇ છે. તો ડોળાસાની ચંદ્રભાગા, માલગામની શાંગાવાડી, સીમાસીની રૂપેણ અને માઢગામની માઢ નદીમાં પાણીની આવક શરૂ થઇ છે. આ બે દિવસના મેઘાએ ખેડુત વર્ગને રાજી રાજી કરી દીધો છે.
ઉના
ઉના શહેરમાં તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે રાતના ધીમીધારે અને સવારે પાંચ વાગ્યાથી 8 વાગ્યા સુધી પવન સાથે ધોધમાર વરસાદ વરસી જતાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને ત્યારબાદ ઝરમર વરસાદ વરસતા 74 મીમી એટલે કે 3 ઇંચ વરસાદ વરસી ગયો છે. સવારે 10 પછી મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તાર દેલવાડા, નવાબંદર, સીમરા રાજપરા, વાંસોજ, પાલડી, સીલોજ, ભાચા, સનખડા, અમોદરા, સામેતર, કાંધી, મોટા સમઢીયાળા વિગેરે ગામોમાં 3 થી 4 ઇંચ વરસાદ વરસી ગયો છે. નદીમાં પુર આવતા ગ્રામ્ય વિસ્તારમાં વાહન વ્યવહાર 3 કલાક ઠપ થઇ ગયો હતો. ઉનાથી લાંબા અંતરની જામનગર, જુનાગઢ, પોરબંદર, ઓખા દ્વારકા એસ.ટી. રૂટ બંધ કરી દેવાયા હતા. ગીરગઢડાથી જામવાળા તલાળા રોડ ઉપર પાણી આવી જતા વાહન વ્યવહાર પાંચ કલાક બંધ રહ્યો હતો.
કોડીનાર
કોડીનારમાં આજે ધીમીધારે મેઘરાજા એ હેત વરસાવવાનું ચાલુ કરતા દિવસ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.કોડીનારમાં આજે વહેલી સવાર થી જ વાદળછાયા વાતાવરણ માં મેઘરાજા એ સતત ધીમીધારે અમી દ્રષ્ટિ વરસાવતા સાંજે 6 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો,આજ ના વરસાદ સાથે મોસમ નો કુલ વરસાદ 24 ઇંચ (605 મી.મી.) વરસાદ નોંધાયો છે. જ્યારે કોડીનાર તાલુકાના જીવાદોરી સમાન સીંગોડા ડેમ માં ઉપર વાસ માં વરસાદ ના કારણે 2 ફૂટ નવા પાણી ની આવક થતા ડેમ 53.46 ફૂટ ભરાઈ જતા મહદ અંશે કોડીનાર ની પાણી ની સમસ્યા હલ થઈ જવા પામી છે.
ધામળેજમાં પાંચ ઇંચ
ધામળેજ સહિતના વિસ્તારોમાં ઉતર ફાલ્ગુની નક્ષત્રમાં જમાવટ 24કલાક માં પાંચ ઈંચ વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે હાલમાં આ પંથકમાં વાવણી લાયક વરસાદ પછીનો સારો વરસાદ ચાલુ રહ્યો છે ત્યારે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે અને ઉપર વાસ ના ગીરના જંગલોમાં ભારે વરસાદને કારણે કણજોતર નજીક આવેલી સોમત નદી પર સીઝન દરમિયાન નું પહેલું પુર આવ્યું હતું જેને પગલે લોકોના ટોળા બે કાંઠે વહેતી સોમત નદી જોવા એકઠા થયા હતા જ્યારે સોમત નદી પર આવેલા બરડા બંધારા,(બલરામ.ભરતી યોજના) ડેમમાં પાણીની સપાટી વધતા ડેમ ઓવરફ્લો થયો હતો હાલ આ પંથકમાં પણ વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે.
ચોરવાડ
આજ રોજ રાતના સતત વરસાદ વરસેલ ત્યારબાદ સવારે પાંચ વાગ્યાથી અત્યારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 9 ઇંચ વરસાદ નોંધાયેલ છે. તેમજ ઉપર વાસમાં પણ સારો વરસાદ હોવાને કારણે મેઘલ નદીમાં તથા લાંગડી નદીમાં ઘોડાપુર આવેલ અને લાંગડી નદીના પાણી અખેડા વિસપર પાણીના ટાંકા પાસે ધાસવાવ તેમજ ખેરા રોડ ઉપર પાણી પાણી થયેલ છે.
બાંટવા
બાંટવામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા ખારા ડેમના પાંચ દરવાજા બબ્બે ફુટ ખોલવામાં આવ્યા. સમંગા, કોડવાવ, થાપલા રેવદ્રા, ધરશન, કવલકા વગેરે ગામો સંપર્ક વિહોણા આ બધા ગામડાઓ બેટમાં ફેરવાયા હતા.
કરકરા બાંટવા
ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. મહીપારી, તરવાઇ, કડેગી, અમીપુર, બગસરા વગેરે ગામોમાં ફરતી કોર જયાં જયાં નજર પડે ત્યાં ત્યાં પાણી પાણી રોડ રસ્તા અને ખેતીને વ્યાપક નુકશાની થયુ હતું.
ભીમ દેવળ
તાલાલા તાલુકાના ભીમદેવળ તેમજ રતિધાર, રામપરા, જસાધાર, અનિડા તેમજ ગીરપંથકમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર નદી, નાળા તેમજ તળાવો માં ભારે પુર આવેલા વધુમાં સોમવાર રાત્રીના 10 થી મંગળવાર સવારના 8 વાગ્યા સુધીમાં ભીમદેવળ 4 ઈંચ, રાતિધાર 4 ઈંચ, રામપરા 4॥ ઈંચ, તેમજ અનિડામાં 3॥ ઈંચ વરસાદ પડેલો આ ભારે વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડી રહેલો ભારે વરસાદથી અહિં પસાર થતી સરસ્વતી નદીમાં 2 દિવસમાં બીજી વખત ભારે પુર આવેલું વેરાવળ તાલુકાના ભેટાળી તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથક જેવા કે લુંભા, ખંઢેરી, ભેટાળી, કોડીદ્રા વગેરે ગામોમાં સોમવારે રાત્રીના 10 થી મંગળવાર સવારના 9 વાગ્યા સુધીમાં આ બધા ગામો માં 8 થી 9 ઈંચ જેટલો ગાજવીજ સાથે વરસાદ પડેલો.
વેરાવળ
વેરાવળ તાલુકાના ના તાતીવેલા ગામ ની બાજુમા થી પસાર થતી દેવકા નદી ના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેતરો માં પાણી ભરાતા જે તસ્વીર માં નજરે પડે છે

રિલેટેડ ન્યૂઝ