ઉપલેટાના મોજડેમના દરવાજા 8 ફૂટ ખોલાયા

500થી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું
(પ્રતિનિધિ દ્વારા) ઉપલેટા તા.14
ઉપલેટા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન અતિભારે વરસાદ પડતા ઉપલેટા શહેરમાં લગભગ 10 ઈંચ જેટલો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર વરજાંગ જાળીયા, નીલાખા, ગણોદ, તણસવા, તલગણા, સમઢીયાળા, મજેઠી, અરણી, વડાળી, ખીરસરામાં 15 થી 20 ઈંચ વરસાદ પડતા ઉપલેટામાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓ ભાદર, મોજ અને વેણુ નદીમાં ધોડાપુર આવતા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા અને પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયાના સમાચાર મળી રહયા છે. ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામ વેણુ નદીના કાંઠા ઉ52જ હોય વેણુ ડેમના 18 પાટીયા 10 ફુટ જેટલા ખોલતા વેણુ નદીના પાણી નીલાખા ગામમાં ધુસી ગયા હતા. ઉપલેટા માંથી પસાર થતી મોજ નદીમાં ભારે પુર આવતા મોજ નદી ઉપર બાંધવામાં આવેલ પુલ ની લગોલગ પાણી આવી જતાં રાજકોટ થી ઉપલેટા ને જોડતો આ પુલ પોલીસે સલામતી ના કારણોસર બંધ કરી દીધો હતો.મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મંદિર માં પણ નદીના પાણી ધુસી ગયા હતા. ઉપલેટા વિસ્તારમાં અતિભારે વરસાદ વરસતા ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા અને કોંગ્રેસની ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે હતા. એ દરમ્યાન ઉપલેટા નજીક એક જગ્યાએ તેમની કાર પાણીમાં ફસાઈ જતાં ગાડી બંધ થતા છાતી સમાણા પાણીમાં ચાલીને ધારાસભ્ય અને કોંગ્રેસની ટીમ બહાર નીકળી હતી.

રિલેટેડ ન્યૂઝ