ભાવનગર જીલ્લામાં ઝાપટાથી 0॥ ઈંચ

સવારથી રાત સુધી મેઘાનો વિરામ

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર તા. 14
ભાવનગર જીલ્લામાં છુટા-છવાયા ઝાપટાથી લઈ અર્ધો ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં સવારથી સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો.
ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં આજે તડકો નીકળ્યો હતો. અને સવારથી સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો. જો કે જીલ્લાના તાલુકામાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે.
આજે સવારથી સાંજના છ વાગ્યા સુધી તળાજામાં 15 મી.મી. મહુવા 10 મીમી, જેસરમાં 5 મીમી, સિંહોરમાં 5 મીમી, ઘોઘામાં 4 મીમી, વરસાદ નોંધાયો છે. વલ્લભપુર, ઉમરાળા અને ગારીયાધારમાં વરસાદ નોંધાયો નથી.

રિલેટેડ ન્યૂઝ