રાણાવાવ-કુતિયાણામાં છ, પોરબંદરમાં 5ાા ઇંચ મેઘમહેર

પોરબંદર,તા.14
પોરબંદર જીલ્લામાં સાડા પાંચ થી સાડા છ ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પોરબંદરમાં છેલ્લા ર4 કલાકમાં સતત વરસી રહેલા વરસાદને લીધે ઠેર ઠેર ખુશી જોવા મળી છે. પોરબંદર જીલ્લામાં સોૈથી વધુ વરસાદ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સાડા છ ઇંચ નોંધાય ચુકયો છે. અને હજુયે વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે તેથી હજુ પણ વધુ મેઘમહેર થાય તેવી શકયતાઓ જણાઇ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વધુ વરસાદ વરસશે તેથી લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
છેલ્લા ર4 કલાક દરમીયાન સોૈથી વધુ વરસાદ રાણાવાવ તાલુકામાં નોંધાયો છે. જયાં ર4 કલાકમાં સાડા છ ઇંચ વરસી ચુકયો છે. તેવી જ રીતે કુતિયાણામાં પણ ર4 કલાકમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો છે જયારે પોરબંદરમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
શહેરમાં પાણી ભરાયા
પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ચારે બાજુ મેઘમહેરને લીધે પાણી પાણી જોવા મળી રહ્યું છે. શહેરના ચોપાટી મેળામેદાન, મેમણવાડા, વીરડી પ્લોટ, છાંયા ચોકી સહીતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અને તેના નિકાલ માટે તંત્ર પણ કામે લાગ્યું છે.

રિલેટેડ ન્યૂઝ