જીટીયુ દ્વારા નેશનલ એન્જિનિયરીંગ દિવસ ઉજવાયો

શ્રી મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની જીવન આધારીત ડોક્યુમેન્ટરી બતાવીને વ્યાખાનમાળા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ તા.15
સિવિલ એન્જિનિયરીંગ ક્ષેત્રે કૃષ્ણરાજ સાગર ડેમ અને વિશાખાપટ્ટનમ પોર્ટના નિર્માણથી ડેમ બિલ્ડરના નામથી જાણીતા અને ભારતરત્ન શ્રી મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની જન્મજ્યંતીના ઉપલક્ષે સમગ્ર ભારતમાં 15 સપ્ટેમ્બરના રોજ નેશનલ એન્જિનિયરીંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) દ્વારા નેશનલ એન્જિનિયરીંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ , જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેર , જીસેટના ડાયરેક્ટર ડો. એસ. ડી. પંચાલ અને પ્રો. મહેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, એમ. વિશ્વેશ્વરૈયા દરેક એન્જિનિયર્સના રોલ મોડલ છે. તેમની ક્રિએટીવ સૂઝથી સમાજ ઉપયોગી કરવામાં આવેલા તમામ ઈનોવેશનનો અભ્યાસ દરેક વિદ્યાર્થીઓએ કરવો જોઈએ. વિશેષમાં જણાવ્યું કે, તેઓ સમયપાલન ચુસ્ત હિમાયતી હતાં, વર્તમાન સમયમાં દરેક વિદ્યાર્થીઓએ તેમના આ તમામ ગુણોનું અનુકરણ કરીને દેશની વિવિધ સમસ્યાઓના સમાધારૂપી સંશોધન કરીને દેશ વિકાસમાં સહભાગી થવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ