લખતરના કારેલા ગામે મધ્યાહન ભોજનના ચોખા ડુબ્લીકેટ નીકળ્યા?

ગ્રામજનોએ હોબાળો મચાવતા મામલતદારેે સેમ્પલ લીધા: ભીનું સંકેલવાની રાવ

(પ્રતિનિધિ દ્વારા)
ધ્રાંગધ્રા તા. 15
લખતર તાલુકાના કારેલા ગામે એક એવો બનાવ સામે આવ્યો છે જે બનાવને સાંભળતા તમામને અચરજ થાય. જેમા કારેલા ગામે રહેતા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે કે તેઓના બાળકોને મધ્યાહન ભોજન માટે અપાતા અનાજ જેમા ચોખાનો જથ્થો પોતે જ્યારે ઘેર લઇ જઇ તેની વાનગી બનાવે છે ત્યારે આ ચોખા બજારમા મળતા ચોખાની માફક નથી દેખાતા સાથે જ બજારમા કેટલીક જગ્યાએ ગ્રાહકોને છેતરવા માટે વપરાતા પ્લાસ્ટીકના ચોખા તેઓના બાળકોને મધ્યાહન ભોજનના નામે પધરાવી ભ્રષ્ટાચાર કરવા માટે બાળકોના આરોગ્ય સાથે ચેડા કરા આ રહ્યા છે.
જોકે આ બાબતે ગ્રામજનો દ્વારા કારેલા પ્રાથમિક શાળાના શિક્ષકો તથા આચાયઁને રજુવાત કરાઇ હતી જેના પ્રત્યુતરમાં શિક્ષકો દ્વારા જણાવાયુ હતુ કે તેઓને માત્ર સરકારમાંથી મધ્યાહન ભોજન માટે આવતો જથ્થો બાળકોના વાલીઓ સુધી પહોંચાડવાની જવાબદારી છે જેથી આ ચોખા સરકારના પુરવઠા વિભાગમાંથી આવતા હોવાના લીધે આ રજુવાત મામલતદારને કરવા જણાવ્યુ હતુ જેથી કારેલા ગામના સ્થાનિકોને દ્વારા આ મામલાને લઇને લખતર મામલતદારને જણાવતા ઇનચાજઁ મામલતદાર દ્વારા તાત્કાલિક ચોખાના નમુના મંગાવાયા હતા અને જણાવ્યુ હતુ કે આ ચોખા નવા હોવાથી વધુ પડતા સફેદ રંગના છે જેથી લોકોને ભ્રમ છે કે ચોખા પ્લાસ્ટીકના અથવા ડુપ્લીકેટ છે પરંતુ ખરેખર એવુ ન હોવાનુ જણાવ્યુ હતુ જ્યારે પરંતુ આ તરફ ગ્રામજનોના જણાવ્યુ અનુસાર તેઓના ઘરે પડેલા ચોખાના સેમ્પલ લેવામા આવે અને તેની લેબોરેટરી કરવામા આવે તો ખરેખર “દુધનુ દૂધ અને પાણીનું પાણી” થઇ શકે છે.
જેથી ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે કારેલા ગામ સહિત અન્ય બાળકોને જે મધ્યાહન ભોજનમાં ચોખા રાખવામાં આવે તે ખરેખર ડુપ્લીકેટ છે અને તેના લીધે બાળકોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં હોય તેવુ લાગી રહ્યુ છે તથા સરકારના ગોડાઉનમાંથી આવતા ચોખાને ફેરબદલી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તથા આ ભ્રષ્ટાચાર બહાર આવે તો અનેક ઉચ્ચ અધિકારીઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા હોવાના લીધે ભીનુ સંકેલવા પ્રયાસ અધિકારીઓ દ્વારા પણ થતા હોવાનુ ગ્રામજનો દ્વારા જણાવાયુ છે.

રિલેટેડ ન્યૂઝ