નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 32 હજારની મુદામાલની ચોરી

(પ્રતિનિધિ દ્વારા)
જુનાગઢ તા. 16
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના મેદાન માથી રૂ. 32 હજારના લોખંડ અને સેન્ટીંગની પ્લેટો ની ચોરી થઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, જ્યારે ઝાંઝરડા રોડ ઉપર દુકાન પાસે રાખેલ પાર્સલ ની ચોરી થઇ હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.
જૂનાગઢના બીલખા રોડ ઉપર આવેલ ભક્ત કવિ નરસીહ મહેતા યુનિ. ની સાઇડ ઉપર ખુલ્લા મેદાનમાથી તા.27/08/2021 થી આજ તા.15/09/2 સુધીના કોઇ પણ સમયે યુનિ. માં બાધકામ કોન્ટાક્ટ્રર સુપર વાયઝર શરફરાજાભાઇ મેહમુદભાઇ શેખાની રાખવામાંં આવેલ સેન્ટીંગની પ્લેટ નંગ 30 તથા લોખંડ આશરે 200 કિલ્લો મળી કુલ્લ કિ.રૂ. 32,000 ના લોખંડ તથા પ્લેટુની કોઇ અજાણ્યા ચોર ઇસમએ ચોરી કરી લઇ ગયા ની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જ્યારે ઝાંઝરડા રોડ ઉપર આવેલ અભિષેક નોવલ્ટીની દેકાન પાસે બહાર રાખેલ રુ 38000 નુ કોસ્મેટીક સામાનનુ પાર્સલ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયાની વેપારી રાજેશભાઇ કાન્તીભાઇ પડીયા એ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ