પાલીતાણાના લાંચીયા બે સરકારી કર્મચારીઓને પાંચ વર્ષની કેદ

જળ સિંચન વિભાગના કર્મચારીઓ છ વર્ષ પૂર્વે પકડાયા હતા

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર તા.16
છ વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના આવેલપાલીતાણા તાલુકાના થોરાળી ગામના રહેવાસી ફરીયાદી ઘુઘાભાઈ નાથાભાઈ દ્વારા એસીબી કચેરી રાજકોટને આક્ષેપીત નં .1 ડુંગરભાઈ નથુભાઈ સાગઠીયા તેમજ આક્ષેપીત નં .2 નીતીનભાઈ ચંદુભાઈ રાવજી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમની કલમ 7 , 12,13 ( 1 ) ઘ તથા 13 ( 2 ) લાંચ લેવા બાબતે ફરીયાદ કરતા સંદર કેસ આજરોજ પાંચમા એડી . સેશન્સ જજ શ્રી હર્ષવદન એન . વકીલ ની કોર્ટમાં ચાલી જતાં 5 વર્ષની સેજો . 2015 ની સાલમાં પાલીતાણા તાલુકાના થોરાળી ગામના રહેવાસી ફરીયાદી ઘુઘાભાઈ નાથાભાઈ દ્વારા એસીબી કચેરી રાજકોટને આ કામના આક્ષેપિતા દ્વારા ગરાજીયા ગામની સર્વે નંબર 26/1 પૈકીની જમીન તેમજ 27 તથા 27 પૈકીની કુલ 32 એકર જેટલી જમીન શેત્રુંજી ડેમ બનેલ તે સમયે ડુબમાં ગયેલ હોય તે જમીનના માલીકોએ ફરીયાદી ઘુઘાભાઈ નાથાભાઈને તે જમીન બાબતે કામગીરી કરવા અંગે તેઓને પાવર ઓફ એર્ટની આપવામાં આવેલી અને સદર જમીનનો અભીપ્રાય મેળવવા બાબતે આ કામના આરોપીઓને મળેલા અને તેનો અભિપ્રાય આપવા સબંધે રૂપીયા 4 લાખની માંગણી કરેલ જેમા પ્રથમ રૂપીયા 2 લાખ આપવાનો વાયદો થયેલો . જેમા રૂપીયા 2 લાખની લાંચ સ્વીકારતા એસીબીના ટ્રેપીંગ અધિકારી એચ.પી. દોશી એસીબી પી.આઈ. રાજકોટ દ્વારા ટ્રેપ કરવામાં આવેલી જે ટ્રેપનું છટકુ ભાવનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના ગુન્હા નં .415 ના કામે એ.સી.બી. ટ્રેપ સફળ જતા તેની સામે તપાસની કાર્યવાહી દરમ્યાન અને તપાસના અંતે આક્ષેપિતો આક્ષેપીત નં .1 ડુંગરભાઈ નથુભાઈ સાગઠીયા (અ.મ.ઈ.) પાલીતાણા વિભાગ -1 જળ સિંચન પેટા વિભાગ તેમજ આક્ષેપીત નં .2 નીતીનભાઈ ચંદુભાઈ રાવજી આસીસ્ટન્ટ ટી.બી.સી. સેકશન ના.કા.ઈ. જળ સિંચન પેટા વિભાગનાઓ સામે લાંચનો કેસ પાંચમા એડી . સેશન્સ જજ હર્ષદવન એન.વકીલ ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ બી.કે.વોરા દ્રારા રજુ કરેલ સાઈટેશન તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે દલીલો કરવામાં આવેલ . જે નામ . અદાલત દ્રારા ગ્રાહ્ય રાખી ઉપરોકત આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7,12,13 (1) ઘ તથા 13 (2) મુજબ જેમાં બંને આક્ષેપિતોને કલમ -7 માં 3 વર્ષ અને 10 હજાર દંડ , કલમ -13 (2)માં 5 વર્ષ અને 20 હજાર દંડ , કલમ -12 માં 3 વર્ષ અને 10 હજારનો દંડ , બંનેને મળી ઉ દંડ 80 હજારનો હુકમ આજરોજ કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ