સિંહોરમાંથી એક શખ્સ ગાંજા સાથે પકડાયો

2018માં પણ આ શખ્સ ગાંજા સાથે પકડાયો હતો

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર તા.16
ભાવનગરની પોલીસે ઝારખંડથી ગાંજા ડિલિવરી આપવા આવેલા એક શખસને ઝડપી લીધો છે.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે ભાવનગર એસ.ઓ.જી. પોલીસને બાતમી હકિકત મળેલ હતી કે, નવિનકુમારસિંહ નામનો ઝારખંડ રાજ્યનો રહીશ ગાંજાનો જથ્થો લઇને શિહોર ખાતે ડિલેવરી દેવા માટે આવેલ છે. જે બાતમી આધારે ઓપરેશન ગોઢવી આરોપી નવિનકુમારસિંહ જ/ઘ બાલેશ્વરસિંહ સુર્યવંશી રાજપુત ઉ.વ.34 રહેવાસી ગાવ-બરહી, મહોલ્લા-બરહીડીહ, થાના બરહી, જીલ્લા હજારીબાગ રાજય ઝારખંડવાળાને શિહોર, શિહોર-ભાવનગર રોડ, શેલ પેટ્રોલપંપ સામે ભાથીજી મહારાજના મંદિર પાસેથી નાર્કોટીક્સ પદાર્થ ગાંજો વજન 5 કિલો 110 ગ્રામ કિમત રૂપિયા 51,100/- તથા મોબાઇલ ફોન-1, રોકડા રૂપિયા 2,200/- વિગેરે સહિત કુલ રૂપિયા 56,400/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતો કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, પકડાયેલ આરોપી નવિનકુમારસિંહને સને 2012 માં ભાવનગર એસ.ઓ.જી. શાખાએ 11 કિલો 700 ગ્રામ ગાંજા સાથે ફુલસર ખાતેથી ઝડપી પાડેલ હતો. જે કેસમાં તે સને 2013 માં જેલમાંથી છુટેલ હતો. આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન એફ.એસ.એલ. ભાવનગરના સાયન્ટીફિક ઓફિસર આર.સી.પંડયા સાહેબે સ્થળ તપાસણી કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા ની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. જગદીશભાઇ મારૂ તથા હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા વિજયસિંહ ગોહિલ તથા મહાવિરસિંહ ગોહિલ તથા ઓમદેવસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ગોહિલ તથા સોહિલભાઇ ચોકીયા તથા દિલીપભાઇ ખાચર તથા રાઘવેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભોજુભાઇ ભલાભાઇ તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ