અમરેલીના ચિત્તલમાં નવ જુગારી ઝબ્બે

1.17 લાખ પકડાયા
(પ્રતિનિધિ દ્વારા) અમરેલી તા.16
અમરેલીના ચિતલ ગામે રાત્રીના જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને રોકડ તેમજ મુદ્દામાલ સહિત રૂમ,1.17. લાખ સાથે એલસીબી ટિમ એ ઝડપી લીધેલ હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના ચિતલ ગામે ઇંગોરાળા તરફ જવાના રસ્તે જાહેર જગ્યામાં રાત્રીના જુગાર રમતા હોવાની બાતમી અમરેલી એલસીબી પોલીસને મળતા એલસીબી પીઆઇ કરમટા તેમજ પીએસઆઇ મોરી સાહતીની ટીમે રેડ કરતા જુગાર રમતા પોલીસે નવ શખ્સોને ઝડપી લીધેલ હતા જેમાં દિનેશ છગન દેસાઇ,કલ્પેશ અરજણ બાબરીયા,ભાવેશ બાબુ પરમાર,દીપક ઇન્દુ વાળા,રામજી સવજી તેરવાડીયા,ચંદુ સુરા ચાડમીયા, દિનેશ નરશી ગોહીલ,રહે બધા ચિતલ તેમજ ધીરૂ લાલજી પટોળીયા, સુરેશભાઇ ગોવિંદભાઇ વાડદોરીયા,રહે લુવારીયા તા.લાઠી વાળાઓને રોકડ રકમ 81,200તેમજ મોબાઈલ નંગ 10 કિંમત 36,500 સહીત કુલ 1,17,700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ હતા અને આરોપીઓને તાલુકા પોલીસને સોંપી આપેલ હતા.

રિલેટેડ ન્યૂઝ