જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પ્રદેશ કોંગ્રેસના નેતા

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા.16
જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પૂરના કારણે ભારે નુકસાની થઈ છે, ત્યારે ગુજરાત પ્રદેશના કોંગ્રેસ અગ્રણી હાર્દિક પટેલ આ આજે જામનગર આવ્યા હતા. અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, અને અસરગ્રસ્તોને સાંભળ્યા હતા. ઉપરાંત તાત્કાલિક સહાય અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગુજરાત પ્રદેશના કોંગી અગ્રણી હાર્દિક પટેલ આજે જામનગર આવી પહોંચ્યા હતા, અને પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઇ અસરગ્રસ્તો ને મળ્યા હતા. જામનગરના પૂર થી ભારે નુકસાની થઇ હોવા થી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી.
આ ઉપરાંત વોર્ડ નંબર 16માં પણ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. સૌપ્રથમ હાર્દિક પટેલ કારમાં ફરીને જઈ રહ્યા હતા, દરમિયાન કેટલાક લોકોએ આવીને અમારા વિસ્તારમાં નિરીક્ષણ કરવા આવો, તેમ કહેતાં હાર્દિક પટેલે પગપાળા ચાલીને પુરગ્રસ્ત વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈ લોકોને સાંભળ્યા હતા.
ત્યાર પછી જામનગર જિલ્લા કોંગી પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા, તથા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ,મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા સહિતના કોંગી અગ્રણીઓ સાથે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી તાત્કાલિક અસરથી અસરગ્રસ્તોને સહાય આપવાની માગણી કરી હતી. જે મામલે વિસ્તૃત આવેદન પાઠવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ