સાવરકુંડલાના ફાટક પ્રશ્ર્ને સાંસદની અધિકારી સાથે બેઠક

રસ્તા સહિતના પ્રશ્ર્નોનો સત્વરે ઉકેલ લાવવાનો સાંસદનું વચન

(પ્રતિનિધિ દ્વારા)
સાવરકુંડલા તા.16
સાવરકુંડલા માં માથાના દુ:ખાવા સમાન નદીબજારનો ટ્રાફિક ને દૂર કરવા બાયપાસ ની કામગીરી 80% થઈ ગયેલ છે (32 કરોડના ખર્ચે). જ્યાં બાયપાસનું કામ અટકેલ છે તે રેલ્વે ફાટક પ્રશ્ને આગામી તા.21/9/21ના નારણભાઇ કાછડીયાની આગેવાનીમાં દરેક અધિકારીઓની સાથે મિટિંગનું આયોજન કરેલ છે આ પ્રશ્ને તુરંત હલ થાય તેવા પ્રયત્નો હાથ ધરેલ છે.
કોંગ્રેસના કાર્યકરો હોય કે આમજનતાના પ્રતિનિધિઓ હોય તેમના પ્રશ્નોનો ઉકેલ તુરંત લાવવા પ્રયત્નશીલ રહી સાવરકુંડલા તાલુકાના પ્રશ્નો તુરંત હલ થાય તેવા પ્રયત્નો કરી સાવરકુંડલાની લાઈટ-રસ્તા-પાણી-સ્વચ્છતાને પ્રથમ અગ્રતા આથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ લાવી આપેલ છે. આગામી 20 દિવસ પછી સાવરકુંડલાના બાકી રહેલા રસ્તાનું ખાતમૂર્હત પણ થનાર છે તેમ સાંસદ નારણભાઇ કાછડિયાએ જણાવેલ.

રિલેટેડ ન્યૂઝ