અમદાવાદના સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ રાખવાની કરી માંગણી

અમરેલીના પૂર્વ ભાજપ નેતાએ નવા મુખ્યમંત્રીને કરી ઉગ્ર રજુઆત

(પ્રતિનિધિ દ્વારા)
અમરેલી તા.16
અમરેલીમાં હાલમાંજ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીનો રાજ્યના નવા વરાયેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર પાઠવી જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પદ માટે આપની પસંદગી માત્ર જ્ઞાતિ આધારિત પાટીદાર હોવાથી થઇ છે,શરદ લાખાણીએ પત્રમાં વધુ જણાવ્યું હતું કે આપની લાયકાત માત્ર પાટીદારની છે,શરદ ધાનાણી એ આ પત્રમાં જણાવ્યું હતું કે રાજ્યના મારા તમામ પાટીદારો ભાઈઓ એ ઈચ્છે છે કે આપની પહેલીજ કેબિનેટ બેઠકમાં સરદાર પટેલ સ્ટેડિયમનું જે નામ બદલવામાં આવેલ છે તેને પુન: સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં આવે…
તેમજ પાટીદાર આંદોલન કે અન્ય સમાજના આંદોલન દરમ્યન આંદોલનકારીઓ ઉપર ફરિયાદો થઇ છે તે પરત ખેંચવી તેમજ આંદોલન દરમ્યાન મૃત્યુ પામ્યા છે તેનો ઓર્ડર આપનાર અધિકારીઓ કે પદાધિકારીઓ ઉપર બંધારણીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે, તાનાશાહોએ પસન્દગી પાટીદારોના મત મેળવવા કરી હોઈ તો ખાંડ ખાવ છો તેવો પણ કટાક્ષ પત્રમાં કરેલ હતો,હવે પાટીદારોજ નહિ ગુજરાતનો કોઈ સમાજ કે વ્યક્તિ ઉલ્લુ નહિ બને તેમે ગમે તેના અંગત ગણાવો ખબરજ છે કે ગુજરાતમાં કોના રબ્બર સ્ટેમ્પ તરીકે કામ કરો છો,આ પત્રમાં વધુ જણાવ્યું હતું કે હજુ આ તાનાશાહો નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં પણ આજ પધ્ધતિ અપનાવશે ગુજરાતમાં કોના ઈશારે સરકાર ચાલે છે તે બધાજ ગુજરાતીઓને ખબર છે,ગુજરાતના નાગરિક હવે બધુજ સમજી ગયા છે મતદારો જાગૃત થાય તેમ પણ અંતમાં પત્રમાં જણાવ્યું હતું,અત્રે ઉલ્લેખનીય છે કે શરદ ધાનાણી છેલ્લા 25 વર્ષીથી ભાજપમાં જોડાયેલ એક સક્રિય આગેવાન હતા પરંતુ ભાજપની રીતિ નીતિ અને અવગણણા જેવી કાર્યશૈલી ના કારણે તેમણે ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ હતા.

રિલેટેડ ન્યૂઝ