ગઢડાની શાળામાં પુન: થયો પ્રવેશ

પોષણમાસ અન્વયે થઈ કામગીરી

(પ્રતિનિધિ દ્વારા)
ગઢડા,તા.16
ગઢડા પંથકની ટાટમ ભાગીરથી વિદ્યાલય ખાતે પોષણ માસ અન્વયે પુન: પ્રવેશ યોજાયો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતગેત પોષણ માસ-2021ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે આવેલ ભાગીરથી ઉ.બુ. વિધાલય ખાતે કિશોરીનો પુન: પ્રવેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં કોઇપણ કારણોસર અભ્યાસથી વંચિત થયેલ કિશોરીઓને આજે ફરીવાર શાળામાં આગળ અભ્યાસ અર્થે શાળામાં પુન: પ્રવેશ કરવાવવામાં આવ્યો હતો.
જેમાં આઇ.સી.ડી.એસ. કચેરી ગઢડા ઘટક-2ના ટાટમ-1 સેજાના સાળંગપરડા ગામના ધો.9 માં 4 કિશોરીઓ અને ધો.10 માં 1 કિશોરી એમ કુલ 5 કિશોરીઓની શાળા પુન: પ્રવેશની કામગીરી કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ