જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીમાં ‘વધારા’ ના ખર્ચાઓ કરી દેવાયા મંજુર

જામનગર તા. 16
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક આજે મળી હતી .જેમાં ફક્ત વધારાના ખર્ચ માટે જ મળી હોય તેમ કુલ 1રર લાખના વધારા ના ખર્ચા ઓને મંજૂરી આપવામાં આવી હતી. જેમાંથી માત્ર રૃા. 8.17 લાખનું એક કામ વધારાના ખર્ચ સિવાય નું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૃપિયાના વિકાસ કામોના પ્રોજેક્ટ બનાવી મંજૂર કરાવવામાં આવે છે. આ પછી તેમાં વધારાના લાખો રૃપિયાના ખર્ચાઓ મંજૂર કરવાની પ્રણાલી વર્ષોથી ચાલી રહી છે.એટલેકે પાછલા બારણે થી પ્રોકેક્ટ કોસ્ટ વધારવા માં આવતી જ રહે છે. આજે મનીષ કટારીયા ના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 11 સભ્યો ઉપરાંત મેયર બીનાબેન કોઠારી, કમિશ્નર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશ્નર એ.કે. વસ્તાણી, આસિ. કમિશ્નર ભાર્ગવ ડાંગર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં સાઉથ અને ઈસ્ટ ઝોન માટે ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલના કામ માટે વધારાનું રૂ. 3પ.40 લાખનું, અને નોર્થ ઈસ્ટ ઝોન માટે વધારાનું વાર્ષિક રૂ.. ર3.61 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
નવાગામ (ઘેડ) વિસ્તારમાં બાકી રહેલા ભૂગર્ભ ગટરના હાઉસ કનેકશન લાઈન/ ચેમ્બરો બનાવવા વધારા નો રૂ. 31 લાખ પ0 હજાર નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર ર, 3 અને 4 માં ચરેડા સીસી રોડના કામો માટે વધારાનો રૂ.10 લાખ, પવનચક્કી ઝોન વિસ્તારમાં પાઈપ લાઈન નેટવર્કના કામ માટે વધારાનું રૃા. ર લાખ 1 હજાર નું ખર્ચ, પાબારી, બેડી અને સમર્પણ ઈ.એસ.આર.માં માનવ શક્તિ પુરી પાડવા માટે વધારાનું રૃા. 1 લાખ પપ હજારનું ખર્ચ, ડંકી વિભાગ માટે છકડો રિક્ષા ભાડે રાખવાના કામનું વધારાનું રૂ. 11 હજારનું ખર્ચ, રણજીતનગર ઝોનમાં પાઈપલાઈન નેટવર્કના કામ માટે વધારાનું રૃા. 80 હજારનું ખર્ચ, ગુલાબનગર ઝોન વિસ્તારમાં પાઈપલાઈન નેટવર્કના કામ માટે વધારાનું રૃા. ર લાખ 7પ હજારનું ખર્ચ, શહેર ઈ.એસ.આર. ઝોન વિસ્તારમાં વાલ્વ રીપેરીંગના કામ માટે વધારાનું રૂ . 1 લાખ 49 હજારનું ખર્ચ, મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં પાઈપ લાઈન નેટવર્કના કામનો વધારાનો 94 હજાર નો ખર્ચ, જામ નું ડેરૂ અને પાબારી ઝોનમાં પાઈપલાઈન નેટવર્કમાં કામ માટે વધારાનું રૂ. ર લાખ 18 હજારનું ખર્ચ, શંકરટેકરી ઝોનના પાઈપલાઈન નેટવર્કના કામ માટે વધારાના રૂ. ર લાખ પ8 હજારનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
શહેર પાર્કિંગ પોલીસ બનાવવા અંગે દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. વરસાદી પરિસ્થિતિમાં આફત સમયે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મ્યુનિ. કમિશ્નર અને તેની ટીમ, સેવાભાવી સંસ્થાઓ ને સ્ટેન્ડીંગ કમિટીએ અભિનંદન પાઠવ્યા હતાં.તેમજ વરસાદી પાણીના નિકાલ અને સફાઈની કામગીરી અવિરત ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી. ચેમ્બર ઓફ કોમર્સ હોલ પાસે ગ્રીન બેલ્ટમાં મેઈન્ટેનન્સ માટે ખાતાકીય કામ કરાવવા ઠરાવ કરાયો હતો. જ્યારે જી.જી. હોસ્પિટલમાં ગાયનેક, કોવિડ વિભાગથી આર્મી ગેઈટ સુધી આસ્ફાલ્ટ પેચવર્કનું કામ માટે રૂ. 8 લાખ 17 હજારનું ખર્ચ મંજૂર કરાયું હતું. આમ આજ ની બેઠક માત્ર વધારા ના ખર્ચ માટે જ યોજાઈ હોય તેમ જોવા મળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ