વાઘાણી-મકવાણા મંત્રી મંડળમાં સમાવાતા કાર્યકરોએ મીઠાઈ વેંચી

(પ્રતિનિધિ દ્વારા) ભાવનગર તા. 16
ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને કેબીનેટ મંત્રી અને જીલ્લાના મહુવાના ધારાસભ્ય રાઘવજી મકવાણા રાજ્યમંત્રી તરીકે વરણી પામ્યા છે. જીતુ વાઘાણીના કાર્યાલયની બહાર આતશબાજી અને મીઠાઈ વહેંચાઈ હતી.
ભાવનગર જીલ્લામાંથી બે ધારાસભ્યને પ્રધાનપદ મળ્યું છે. નો રીપીટ થીયરીના કારણે વિભાવરીબેન દવે અને પરશોતમ સોલંકી પડતા મુકાયા છે જેની સામે બીજા બે ને પ્રધાનપદ પ્રાપ્ત થયું છે.
ભાવનગર પશ્ર્ચિમના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને રાજ્યના મંત્રી મંડળમાં કેબીનેટ મંત્રી તરીકે શિક્ષણ વિભાગનું ખાતું ફાળવવામાં આવતા ભાજપ મંડળોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જ્યારે મહુવાના ધારાસભ્ય રાઘવજીભાઈ મકવાણાને પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે પસંદ કરાયા છે અને ભાવનગર જીલ્લામાં બે મંત્રીઓ પડતા મુકાયા તેની સામે નવા બે ને મંત્રી બનાવવામાં સ્થાન મળ્યું છે. દરમ્યાન શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણીના ભાવનગરના કાર્યાલય ખાતે કાર્યકરોએ આતશબાજી કરી મીઠાઈ વહેંચી મંત્રીપદને આવકાર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ