જૂનાગઢ કોંગ્રેસે અર્પી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી

જૂનાગઢ, તા.3
જૂનાગઢ મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતી નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ દિને મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને સૂતર ની આટી પહેરાવી શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ તેમજ મહિલા મોરચાના શારદાબેન કથીરિયા સહિત કાર્યકર્તા ઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીજયંતીની ઉજવણી કરવામાં આવી હતી , સાથે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓએ બાપુ ની પ્રતિમા પાસે પ્રાર્થના કરી હતી કે ભારત દેશ મંદી મોંઘવારી, બેરોજગારી, અને તાનાશાહો થી પીડાય રહ્યો છે.ત્યારે આઝાદ ભારત ના નાગરીકો ની સ્વતંત્રતા છીનવાઈ રહી છે.એક આઝાદ ભારતનું નિર્માણ થાય તેવા આશીર્વાદ માંગ્યા હતા. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા પ્રમુખ, પૂર્વ મેયર લાખાભાઈ પરમાર, કેશુભાઈ, વાલજીભાઈ પોશિયા, કિશોરભાઈહદવાની, મહિલા ઉપપ્રમુખ વર્ષાબેન લીંબડ સહિતના મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે, હોદેદારો, આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર : હિતશ જોષી, જૂનાગઢ)

રિલેટેડ ન્યૂઝ