ગઢડા સ્વામીના સંતોના તડીપારના હુકમને રદ કરી દેતી વડી અદાલત

સત્તાનો દુરુપયોગ ચિંતાજનક રીતે થતો હોવાનો સંતોનો મત

(પ્રતિનિધિ દ્વારા)
ગઢડા તા. 6
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ ગઢડાના ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહીવટી ચૂંટણીના વિવાદને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા કરેલી રજૂઆતથી નાયબ કલેક્ટર બોટાદ દ્વારા એસ.પી.સ્વામી ગઢડા અને પૂર્વ કોઠારી ઘનશ્યામવલ્લભદાજી ને તડીપાર કરવાના કરાયેલ હુકમ ને રદ કરતા ગુજરાત નામદાર હાઈકોર્ટના ઓર્ડરમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરી જણાવ્યું છે કે સરકારી તંત્ર દ્વારા તેની પાસે રહેલા પાવરનો ગેરવ્યાજબી ઉપયોગ કરી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલી રહેલા બે જૂથના વિવાદમાં એક તરફી વલણ દાખવી તંત્ર તેની સત્તાનો દુરુપયોગ કરી એક જૂથના સંતોને તડીપારના ઑર્ડરનો આશરો લઇ અને બીજા જૂથના સંતોની ન્યાયિક લડાઈ સરળ બનાવી રહ્યું છે. આ પ્રકારની ટીપ્પણી કરી હાઇકોર્ટ દ્વારા નાયબ કલેકટર બોટાદ તરફથી કરવામાં આવેલ તડીપારના ઓર્ડરને અયોગ્ય ઠરાવી તડીપારનો ઓર્ડર કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી એવું નામદાર હાઇકોર્ટ દ્વારા જણાવી ઓર્ડર નામંજૂર કરી નામદાર હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની વહીવટી ચૂંટણી તારીખ 5/6/2019 ના રોજ યોજવામાં આવેલ તેમાં દેવપક્ષના દ્વારા 13000 બિનસત્સંગીના નામો મતદાર યાદીમાં ઉમેરી દેવામાં આવેલ હોવા મુદ્દે તેમજ મતગણતરી નિયમો વિરુદ્ધ ખોટી રીતે કરવામાં આવેલ હોવાનું તથા હરજીવનદાસજી ટ્રસ્ટના બંધારણ મુજબ બીજા ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાના કારણે ટ્રસ્ટી તરીકે રહી શકતા ન હોય જેથી તેઓને ગઢડા મંદિરના ટ્રસ્ટી તરીકે થી દૂર કરવામાં આવેલ હોવા સહિત મુદ્દે કોર્ટમાં અરજીઓ પેન્ડિગ પડેલી છે . આ ઉપરાંત ઉઢજઙ નકુમ દ્વારા તારીખ 16/6/2020 ના રોજ ગઢડા મંદિર ટ્રસ્ટની ઓફિસ માં ગેરવર્તુણક કરીને , ગાળો બોલીને , કાયદો હાથમાં લઈને ટ્રસ્ટના ચેરમેનને ટ્રસ્ટની ઓફિસ માંથી બહાર કાઢી મુકીને મુતા નકુમ ચેરમેનની ખુરશી ઉપર બેસીને દેવપક્ષ ના ગ્રુપને ખુલ્લેઆમ મદદ કરેલ હોવાના આક્ષેપો બાદ તે બાબતે નામદાર હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને લઈને પોલીસ તંત્ર અને નાયબ કલેકટર દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર થયેલી ચૂંટણી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ન કરી શકે અને થયેલી કાર્યવાહીમાં દેવપક્ષ ના ગ્રુપને પક્ષપાતી મદદ કરવાના હેતુથી ગઢડાના સંતો ઉપર થયેલ તડીપારના ઓર્ડરને નામદાર હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે જે તે સમયે બંને સંતોને તડીપારની નોટિસ આપતા ગામની નગરપાલિકા દ્વારા ઠરાવ પાસ કરીને તડીપારના ઑર્ડરને રદ કરવા તથા બંને સંતોને સરકાર દ્વારા સન્માન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ હતી. ઉપરાંત ગઢડાના દરેક જ્ઞાતિના નગરજનોએ સરકારને આવેદનપત્ર આપીને તડીપાર ની કાર્યવાહી ને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમજ દેશ – વિદેશમાં રહેતા સત્સંગીઓ એ પણ બંધારણ વિરૂધ્ધ ષડયંત્ર ના ભાગરૂપે થયેલી કાર્યવાહી ના કારણે પોતાની ધાર્મિક લાગણીઓ દુભાવાનુ અને તાત્કાલિક તડીપારના ઓર્ડર રદ કરવા જોઈએ એવી રજૂઆતો પણ કરી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તડીપારના ઑર્ડર રદ કરતા પોતાને મળેલી સત્તાનો દુરૂપયોગ કરતા જવાબદાર અધિકારીઓ ની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામેલ છે તેમજ આવા જવાબદાર અધિકારીઓ ને સાનમાં સમજી જવા અંગુલિનિર્દેશ થવા પામેલ છે. આ ઓર્ડર થી સમગ્ર હિન્દુ સમાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તેમજ ધાર્મિક જગતના લોકોમાં અને ધર્માચાર્યોમાં આનંદની લહેર ઉઠેલ છે.

રિલેટેડ ન્યૂઝ