ધોરાજીની ક્ધયા વિદ્યાલયનું શીલ નહિ હટાવાય તો ઉગ્ર આંદોલન

ગરીબ બાળકીઓના અભ્યાસનો મામલો આવ્યો નગરજનો મેદાને

(પ્રતિનિધિ દ્વારા)
ધોરાજી તા. 6
નામદાર હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટી ને અનુસરીને કડક પગલાં ભરવા જ્યારે નિર્દેશ કરવામાં આવ્યો છે ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા કોર્ટના આદેશનું પાલન કરતા ધોરાજીની સરકારી ક્ધયા વિદ્યાલય હાઈ સ્કૂલને ફાયર એન ઓ સી મામલે સીલ મારી દેવામાં આવ્યું છે.
આ મામલે સરકારી ક્ધયા વિદ્યાલયના આચાર્ય વી. વી સેજાની ને પૂછતા તેઓએ જણાવેલ કે અમારી શાળા સરકારી ક્ધયા શાળા છે જેમાં ફાયર ક્ષજ્ઞભ ને લઇ સરકારમાં અમારી વડી કચેરીમાં અમારે વિવિધ મંજૂરીઓ લેવાની હોય છે. હાલ સરકારી ક્ધયા વિદ્યાલયમાં સાડા ચારસો જેટલી વિદ્યાર્થીનીઓ ધોરણ 9 થી 12 સુધી નો અભ્યાસ કરી રહી છે સરકારી તંત્ર દ્વારા અમારી બિલ્ડીંગ ની સીલ કરવામાં આવી ત્યારબાદ અમે અધિકારીશ્રીઓનું માર્ગદર્શન લઇ હાલ નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરાવી દીધેલ છે.
ધોરાજીમાં ફાયર ક્ષજ્ઞભ મામલે સરકારી શાળાને સીલ કરતા લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે આ જ સરકારી ક્ધયા વિદ્યાલય સંકુલમાં ધોરાજી ની પ્રાથમિક શાળા નંબર 8 નાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા એ વિદ્યાર્થીઓ હવે સરકારી પ્રાથમિક શાળા નંબર 11 માં આગળનો અભ્યાસ કરશે.
નામદાર હાઈકોર્ટ દ્વારા ફાયર ક્ષજ્ઞભ મેળવવી એ ખૂબ જ મહત્વનો અને અગત્યનો હુકમ ગણાય તેમાં બેમત નથી સાથોસાથ ધોરાજી શહેરી વિસ્તારમાં અનેક જૂનાપુરાણા બિલ્ડિંગો અને ઇમારતો ખખડધજ હાલતમાં છે જર્જરિત હોય અને તેવી ઇમારતનો મલબો ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોય છે તાજેતરમાં મામલતદાર ઓફિસ નજીક જરજરિત બિલ્ડીંગનો અમુક હિસ્સો પડી ગયો હતો. ત્યારે ધોરાજી નગરપાલિકાએ આવી જોખમી ઇમારતો દૂર કરવી જોઈએ.
આજે સરકારી શાળામાં ફાયર એનોસી મામલે સીલ લાગ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે ધોરાજી શહેરની કેટલી ખાનગી શાળાઓ હાઇરાઇઝ બિલ્ડીંગો ફાયર ક્ષજ્ઞભ ધરાવે છે…..?
આ બાબતે ધોરાજીના સામાજિક અગ્રણી બાબુલાલ જાગાણી એ જણાવેલ કે ધોરાજી નગરપાલિકાએ ફાયર સેફ્ટીના મુદ્દે ધોરાજી ની સરકારી ક્ધયા વિદ્યાલય જે ગોંડલ બાપુના વખતની બનેલી છે એ બિલ્ડિંગમાં અંદાજે સાડા ચારસો જેટલી ગરીબ દીકરીઓ અભ્યાસ કરે છે જેમની પાસે ફી ભરવાના પૈસા નથી હોતા આવી ગરીબ દીકરીઓની હાઈ લેવા બાબત છે
જો નગરપાલિકાને ખરેખર ફાયર સેફ્ટીના મુદ્દે કામગીરી કરવી હોય તો ધોરાજી શહેરમાં અનેક ખાનગી શાળાઓ તેમજ હોસ્પિટલો આવેલી છે એમાં પણ તપાસ કરવી જોઈએ પરંતુ દાળમાં કંઈક કાળું છે…? તેવુ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે માત્ર સરકારી શાળાને નજરમાં રાખી પોતાની કામગીરીમાં બહાદુરી બતાવતા તે વ્યાજબી નથી ગરીબ દીકરી ઓ માટે અમો લડત આપીશું અને તાત્કાલિક સરકારી ક્ધયા વિદ્યાલયના શીલ ખોલવામાં આવે નહીંતર ધોરાજીની જનતા વતી અમો આંદોલન છેડસું તેની સંપૂર્ણ જવાબદારી ધોરાજી નગરપાલિકા ની રહેશે તેમ બાબુલાલ જાગાણી એ જણાવેલ હતું

રિલેટેડ ન્યૂઝ