ભાવનગર જીલ્લામાં વકરતો રોગચાળો

ડેંગ્યુ, ટાઇફોઇડ, તાવ, શરદીના દર્દીઓથી ઉભરાતી સરકારી, ખાનગી હોસ્પિટલો

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર તા.6
ભાવનગર શહેર અને જિલ્લાના તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે. આજે માત્ર તળાજા ની સરકારી હોસ્પિટલમાં દોઢસો થી વધુ ની ઓપીડી રહી હતી.સરકારી દવાખાના ના લેબ.ટેક્નિશયન માથું ઊંચું ન કરી શકે તેટલું કામ રહ્યું હતું.
તળાજા રેફરલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જન્ય રોગચાળો વક્રી રહ્યો હોવાનું સત્તાવાર સાધનો એ જણાવ્યું હતું.તળાજા શહેર ની ભરવાડ અને મસ્જિદવાળી શેરી માં ડેન્ગ્યુ બે કેસ હોવાનું જાણવા મળ્યું હતું. તળાજા ઉપરાંત આસપાસ ના ગામડાઓમાં ઓન રોગ ચાળો માથું ઊંચકી રહ્યોછે.ખાનગી તબીબી પ્રેક્ટિસ કરતા યુવાને જણાવ્યું હતુંકે ગ્રામ્ય વિસ્તારોમાં શહેર કરતા વધુ કેસો સામે આવે છે.
ડેન્ગ્યુ ઉપરાંત ટાયફોડ,તાવ અને શરદી ના કેસો પણ સામે આવે છે.આજે છેલા ત્રણેક દિવસના રેફરલ હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા પ્રમાણે 150થી વધુ ની ઓપીડી નોંધાયેલ હતો.તો શહેર માં આવેલ દસ થી વધુ જેટલી હોસ્પિટલ અને લેબોરેટરી ના આંકડા વધુ ચિંતા જનક હોય શકે છે.પાણી જન્ય રોગચાળા સામે લોકોએ સ્વંય જાગૃત રહેવું પડશે.

રિલેટેડ ન્યૂઝ