સુત્રાપાડામાં 17 હંગામી સફાઇ કર્મચારીઓને કાયમી કરી દેવાયા

પૂર્વ મંત્રીના હસ્તે ઓર્ડર અપાયા

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ તા.7
સુત્રાપાડા નગરપાલિકા દ્વારા 17 સફાઇ કામદારોને કાયમી ભરતીના ઓડેર પૂર્વ મંત્રી જશાભાઇ બારડના હસ્તે આપવામાં આવેલ હતા.
સુત્રાપાડા નગરપાલિકા ભાજપ પ્રેરિત શાસનમાં સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને સાર્થક કરતાં નગરપાલિકાના 17 સફાઇ કામદારોની કાયમી ભરતી માટે નિમણૂક ઓર્ડર મળેલ છે. જેથી તેઓએ ગામના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ નો આભાર વ્યક્ત કરેલ અને નવરાત્રીના પ્રથમ દિવસે આ ભરતી માટે પૂર્વ મંત્રી જશાભાઇ બારડ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડા સહીતના સ્ટાફ અને સફાઇ કામદારોએ શાલ અને પુષ્પ ગુચ્છથી જશાભાઇ બારડનું સન્માન કરેલ હતું. ગાંધીનગર આર.સી.એમ. દ્વારા મળેલ મંજૂરીના આધારે સુત્રાપાડા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર સફાઇ કામદારોની કાયમી ભરતી કરવામાં તમામ કામદારોએ પૂર્વ મંત્રી જશાભાઇ બારડ ગરીબોના બેલી ગણાવ્યા અને નાત જાતના ભેદભાવ વગર કામદારોને આખી જિંદગીનો રોટલો અને કાયમી નોકરી મળતા ખુશી વ્યક્ત કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ