જામનગર જીલ્લાના તબિબોને સ્ટાઇપેન્ડ ચુકવવાનો નિર્ણય

હડતાલાની રજાના દિવસો સરભર કરીને ચુકવાશે

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા. 7.
જામનગર સહિત રાજ્ય ની મેડિકલ કોલેજ ના બોન્ડેડ તબીબો દ્વારા પાડવામાં આવેલ હડતાલ ના દિવસો નો પગાર-સ્ટાઈપન્ડ કાપી લેવામાં આવ્યા પછી રજૂઆતોના અંતે તેમની હડતાલના દિવસો ને રજા ઓ સાથે સરભર કરી ને સ્ટાઈપન્ડ નું ચૂકવણું કરવા આદેશ થયો છે.
ગત માસ માં રાજ્યભર ની મેડિકલ કોલેજ માં બોન્ડેડ તબીબો પોતાની માંગણીઓ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતાં. આ પછી સમાધાન થતાં હડતાલ સમેટાઈ હતી, પરંતુ હડતાલના સમયગાળા ને શૈક્ષણિક હેતુ માટે નહીં ગણી અને ગેરહાજર ગણીને એ દિવસોનો પગાર ,સ્ટાઈપેન્ડ કાપી લેવામાં આવ્યા હતા
આ સામે મેડિકલ કોલેજના રેસિડેન્ટ, સિનિયર રેસી. ડોક્ટરો ને હડતાલ ના સમય નું સ્ટાઈપન્ડ ચૂકવવા માટે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ માંગણી સરકારે સ્વીકારી છે. અને ગઈકાલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરીને તમામ મેડિકલ કોલેજને પાઠવાયો હતો .અને હડતાલના સમયગાળાને મળતી રજાઓ સાથે સરભર કરીને સ્ટાઈપન્ડ ચૂકવવા માટે તમામ મેડિકલ કોલેજ ના ડિન ને સૂચના આપી છે.

રિલેટેડ ન્યૂઝ