ગોંડલ યાર્ડની ચૂંટણીમાં 94.64 ટકા મતદાન

ખેડૂત વિભાગની 10 બેઠકની આજે મતગણતરી

(પ્રતિનિધિ દ્વારા)
ગોંડલ તા. 13
ગોંડલ શહેર પંથકના રાજકારણનું કેન્દ્ર બિંદુ ગણાતા સૌરાષ્ટ્રના અગ્રીમ એવા ગોંડલ માર્કેટીંગ યાર્ડની 10 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી મતદાન મથક ખાતે સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી હોય સાંજ સુધીમાં 94.64 ટકા મતદાન થયું હતું પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ભાજપનો કેસરીયો ગઢ ગણાય છે ત્યારે 16 બેઠકો ધરાવતી માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી માં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ દાવેદારી દાખવી હતી જેમાં સહકારી મંડળી અને વેપારી વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત કોઈ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી નાં હોય પહેલા થીજ ભાજપના ફાળે 6 બેઠક બિનહરીફ થવાં પામી હતી. જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 18 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હોય આજે બુધવારે વહેલી સવારે મતદાન શરૂ થતાની સાથે જ આગેવાનો સાથે મતદારોની કતારો લાગી હતી સાંજ સુધીમાં 94.64 ટકા મતદાન નોંધાયું હતું. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કુલ 616 મતદારો પૈકી 583 મતદારો એ મતદાન કર્યુ હતુ. આવતીકાલે ગુરુવારના સવારે નવ કલાકે માર્કેટિંગ યાર્ડ ખાતે જ ગણતરી યોજાનાર છે.ત્યારે યાર્ડ નાં ચેરમેન ગોપાલભાઈ શિંગાળા,કનક સિંહ જાડેજા એ પુણઁ બહુમત નો દાવો કર્યો છે.
ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, અલ્પેશભાઈ ઢોલરીયા, જગદીશભાઈ સાટોડીયા, કુરજીભાઈ ભલાળા, કચરાભાઈ વૈષ્ણવ, ધીરજલાલ સોરઠીયા, વલ્લભ ભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગજીભાઈ પાંચાણી તેમજ મનીષભાઈ ગોળ ની ઉમેદવારી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સહકારી અને વેપારી વિભાગમાં ઉમેદવારી કરવામાં ન આવી હોય મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા સહકારી ખરીદ વેચાણ મંડળીઓ વિભાગ અને જીતેન્દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઇ લાલચેતા વેપારી વિભાગની બેઠકમાં બિન હરીફ જાહેર થવા પામ્યા હતા.
જ્યારે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોમાં રાજેશભાઈ સખીયા, જીગ્નેશ ભાઈ ઉંઘાડ, ચંદ્રકાંતભાઈ ખુંટ, ભવાનભાઈ સાવલિયા, નિમેષભાઈ રૈયાણી, લક્ષ્મણભાઈ સાવલિયા, નિલેશભાઈ પટોળીયા અને હરેશભાઈ વોરા ખેડૂત વિભાગ માંથી ઉમેદવારી કરી હોય મતદારોના ભાવિ મત પેટીમાં શીલ થવા પામ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ