માણસ અત્યારે પ્રકૃતિ પ્રત્યે સભાન થાય તે ખૂબ જરૂરી

ગડુમાં વન્ય પ્રાણી સપ્તાહ દિવસ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા)
ગડુ તા. 13
આજના આધુનિક યુગમાં માણસ પોતાનો સ્વાર્થ સાધવા પ્રકૃતિનો આડેધળ નાશ કરતો રહ્યો છે જેથી પ્રકૃતિમા રહેનાર દરેક સજીવો ના જીવન ઉપર ખતરો ઉભો થયો છે, તેમજ મનુષ્ય ના વ્યવહાર ના કારણે ઘણા પશુ, પક્ષી અને પ્રાણીઓ લુપ્ત થઇ ગયા છે તો ઘણા લુપ્તતાના આરે છે, તો ઘણા પ્રાણીઓ હિંસક બની જંગલ છોડી ને માનવ વસાહતમાં ઘુસી માણસો નો જ શિકાર કરવા લાગ્યા છે અને જો આવું જ બનતું રહ્યું તો પર્યાવરણની સમગ્ર જીવ સૃષ્ટિ અને મનુષ્ય જીવન ઉપર ખતરો ઉભો થશે.
ભવિષ્યમા આવી સ્થિતિ પેદા ન થાય અને માણસ અત્યારથી જ પ્રકૃતિ પ્રત્યે સભાન થાય એ ઉદેશ્ય ને ધ્યાનમાં રાખી ને શ્રી દધિચી શૈક્ષણિક સંકુલ ની કર્મયોગી કોલેજ-ગડુ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ-માળીયા તાલુકા ના સહયોગથી “વન્ય પ્રાણી સપ્તાહ દિવસ” ની ઉજવણી ના ભાગ રૂપે એક દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય પરંપરા દીપ પ્રાગટ્યન દ્વારા કરી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા ના આયોજનથી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના છઋઘ અમીન દ્વારા પ્રકૃતિને બચાવવા માટેની ફરજો અને પ્રાણી જગત વિશે વાકેફ કર્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે છઋઘ અશોકભાઈ અમીન , ફોરેસ્ટર ઇં.ઉ. રાઠોડ સાહેબ, વન રક્ષક ચાંડેરા , ટ્રેકર પરમાર , વન મિત્ર મહેશભાઈ, કૈલુંભાઈ, વિનયભાઈ, અસ્વીનભાઈ તેમજ સંકુલ ના નિયામક પરાગભાઇ ચારિયા, મેનેજમેન્ટ દિવ્યા મેડમ ઘોડાદરા, ગોવિંદભાઇ, તેમજ કોલેજના સ્ટાફે હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અસ્મિતાબેનએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ કાનજીભાઈ ઘોડાદરા અને સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ