જૂનાગઢમાંથી નવરાત્રીમાં પણ પ્યાસીઓ માટેનો દારૂ પકડાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા. 13
જુનાગઢ ગાંધીગ્રામ સીન્ધી સોસાયટી વિસ્તારમાં આરોપીઓના કબ્જા ભોગવટાના મકાનેથી એકજ સરખી બ્રાન્ડનો વિદેશી દારૂની 97 પેટીઓ તથા અશોક લેલન્ડ વાહન મળી કુલ કિ.રૂ 8,19,850 નો મુદ્દામાલ જનાગઢ “સી” ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.
ગાંધીગ્રામ વિસ્તાર સીધી સોયટીમા રેલ્વેના ગળનારા પાસે ગરબીયોક વાળી શેરી નં-7 માં જેસાભાઇ મેરામણભાઇ મોરીના મકાનમાં સીંધી સોસાયટી બાબા પાનની સામે રહેતા હરદાસ ઉર્ફે હદો પરબતભાઇ મોરી તથા બાવન ચના મોરી બન્નેએ બહારથી ચોરી છુપીથી ઇંગ્લીશ દારૂનો મોટા પ્રમાણમા જથ્થો મંગાવી મકાનની અંદર સામે આવેલ ઓરડીમાં છુપાવેલ છે.
તેવી બાતમીના આધારે તેના રહેણાંક મકાને રેઇડ કરતા નં-1 હરદાસ ઉર્ફે હદો પરબતભાઇ મોરી તથા નં-2 બાવન ચના મોરી બન્ને જુનાગઢ ગાંધીગ્રામ સીંધી સોસાયટી વાળાઓ હાજર મળી આવેલ ન હોય અને જેસાભાઇ મેરામણભાઇ મોરીના મકાન માંથી અશોક લેલન્ડ ફોર વ્હીલ લોડીંગ વાહન માંથી એકજ સરખી બ્રાન્ડની 97 પેટી તથા છુટી બોટલો મળી કુલ નાની મોટી 1879 બોટલો જેની કિંમત 5.12.850. ની તથા દારુ છુપાવવા માટે અશોક લેલન્ડ લોડીંગ ગાડીમાં રાખવામાં આવેલ મમરાના બાયકા નંગ 14 કિ.રૂ. 7000. તથા ફોર વ્હીલ વાહન અશોક લેલન્ડ નં ૠઉં-03-ઇઠ-5399 ની કિ.રૂ. 3,00,000. સહિત કુલ રૂપિયા 8,19,850 નો મુદ્દામાલ પકડી પાડી આરોપીઓ ઘરે હાજર નહી મળી આવતા તેના વિરુધ્ધ જુનાગઢ “સી” ડીવીઝન પો.સ્ટે.માં પ્રોહીબિશન ધારા હેઠળનો ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ