ગોંડલમાંથી બનાવટી ઘી બનાવવાનું કારખાનું પકડાયું : બે શખ્સોની ઘરપકડ

(પ્રતિનિધિ દ્વારા)
ગોંડલ તા. 13
ગોંડલ તાલુકાના ભોજપરા ૠઈંઉઈ માંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું આરોગ્ય સાથે ચેડાં કરતા 2 શખ્સો ને પણ મુદામાલ સાથે પકડી પાડ્યા
ગોંડલ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, સીપીઆઈએ.બી.ગોહિલ ની સુચના અન્વયે તાલુકા પોલીસે ભોજપરા જી.આઇ.ડી.સી વીસ્તારમાં આવેલ એક ગોડાઉન મા રેઇડ કરતા નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા, કરણભાઇ ભરતભાઇ છગ (રહે. બન્ને ગોંડલ)ના ગોડાઉનમાં રેઇડ કરતા કોઇપણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા વગર કેમીકલ, એસન્સ જેવા પદાર્થો નુ ભેળસેળ કરી શ્રી સહજ કાઉ ધી (ગીરીરાજ ફુડસ) નામ આપી ભેળસેળયુકત ધી બનાવતી ફેકટરી માં મોટા પ્રમાણ માં ભેળસેળયુકત ધી નુ ઉત્પાદન કરવામાં આવતું અને જથ્થાબંધ વેચાણ પણ કરતા સમગ્ર બાબત ની જાણ ફુડ એન્ડ ડ્રગ વીભાગ રાજકોટ ને કરતા સ્થળ પર બોલાવી સેમ્પલ લઈને ચેક કરતા સેમ્પલ ફેઈલ જતા બન્ને શખ્સો નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા લુહાણા, રહે ગોંડલ ભવનાથ 2, કરણભાઇ ભરતભાઇ છગ લુહાણા, ઉ.વ.30 રહે. ગોંડલ હેપીહોમ સોસાયટી વાળા ને કુલ મુદામાલ કિ રૂ. 7,23,280/- સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ