માછીમારના પ્રશ્ર્નો સરકાર ઉકેલશે

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ તા.13
વેરાવળ ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા માચ્છીમારોના પડતર પ્રશ્નો સંદર્ભે મત્સ્યોધોગ મંત્રી સહીતનાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી રજૂઆત કરતા ટુંક સમયમાં જ પ્રશ્નોના સુખદ નિરાકરણ લાવવાની ખાત્રી આપેલ હતી.
આ અંગે ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવેલ કે, ગાંધીનગર ખાતે નગરપાલિકા પ્રમુખ પીયુશભાઇ ફોફંડી, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ, ઉપપ્રમુખ દામજીભાઇ ફોફંડી, ભીડીયા ખારવા સમાજના માજી પટેલ રતિલાલ ગોહેલ, બોટ એસો.ના પ્રમુખ રમેશભાઇ ડાલકી, ભીડીયા કોળી સમાજ બોટ એસો.ના પ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી, ઉપપ્રમુખ મનોજભાઇ સોલંકી, લોધીજ્ઞાતીના પટેલ ચુનીભાઇ સામજીભાઇ ગોહેલ, ઉપપટેલ પ્રભુદાસભાઇ મોહનભાઇ વાંદર સહીતના આગેવાનો દ્વારા માચ્છીમારોના પડતર પ્રશ્નોમાં ફેસ-ર ની કામગીરી, એન્યુઅલ ડ્રેજીંગ, બોટો માટેના ડીઝલના કવોટામાં વધારો, કોઇ પણ ક્ધઝયુમર ડીઝલ પંપમાંથી ડીઝલ ખરીદી કરવા અંગે, ઓબીએમ ફાઇબર હોડીઓ માટેના કેરોસીનના કવોટા તથા સબસીડીમાં વધારો કરવો, ઓબીએમ એન્જીનની ખરીદી સબબની બાકી નીકળતી સબસીડીની રકમ માચ્છીમારોને સત્વરે ચુકવવા સહીતના અનેક પ્રશ્નો બાબતે મત્સ્યોધોગ મંત્રી જીતુભાઇ ચૌધરી, સચિવ, ફીશરીઝ કમીશ્નર સહીતનાને રૂબરૂ રજૂઆત કરેલ હતી. આ તકે મંત્રી તથા સચિવ અને ફીશરીઝ કમીશ્નર દ્વારા આ તમામ પ્રશ્નો અંગે અગાઉની બેઠકમાં નિર્ણયો લેવાઇ ગયેલછે અને તેની પ્રોસેસ પણ શરૂ કરેલ છે તેથી હવે ટુંક સમયમાં જ પ્રોસેસ પૂર્ણ થયા બાદ વ્હેલીતકે પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવનાર હોવાની ખાત્રી આપેલ છે.

રિલેટેડ ન્યૂઝ