જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં તાળાબંધી

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા 13
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં સુરત ની ઘટનાના પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને યુનિવર્સિટીને તાળાબંધી કરીને એબીવીપીના કાર્યકરો દ્વારા સૂત્રોરચાર કરવામાં આવ્યા હતા. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરાયેલા દમનના મામલે સમગ્ર રાજ્યભરમાં વિવિધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની જામનગર શાખાના વિદ્યાર્થી કાર્યકરોએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ના સંકુલમાં પહોંચી જઈ વહીવટી કાર્યાલય ના દરવાજા ને તાળાબંધી કરી હતી. ઉપરાંત કેટલાક વિદ્યાર્થી કાર્યકરો કચેરીના દ્વાર પાસે બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે બે કલાક માટે જ કચેરીને તાળાબંધી નો કાર્યક્રમ રખાયો હતો.

રિલેટેડ ન્યૂઝ