જામનગરમાં લોક સમસ્યાઓ જાણવા નીકળતા મ્યુ. કમિશ્નર

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા 13
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતત ફિલ્ડ પર રહી અને લોકોની શું સમસ્યા, થઇ રહેલા કામો યોગ્ય થાય છે, તેમાં શું ફેરફારની જરૂર છે, વગેરે બાબતોની ગ્રાઉન્ડ લેવલ પર સતત સમીક્ષા કરતા રહે છે,જેના ભાગરૂપે આજે વોર્ડ નં.-1 ના વિસ્તારોમાં પ્રાથમીક સુવિધાનો અભાવ તેમજ ભૂગર્ભ ગટર અંગેની પડતી પારાવાર મુશ્કેલીઓ સહિત ની જાણકારી મેળવવા માટે મુલાકાત લીધી હતી.
વોર્ડ નં.1 ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદભાઈ પલેજા ની સામાન્ય સભામાં તેમજ લેખીત તથા મૌખિક રજુઆતના અનુસંધાને આજે ખુદ કમિશ્નર વિજયકુમાર ખરાડી ટીમના અધિકારીઓ સાથે કોર્પોરેટર કાસમભાઈ જોખીયા, કોર્પોરેટર જુબેદાબેન નોતીયાર તથા વોર્ડના આગેવાનો બેડી વિસ્તારની નીચાણ વાળા વિસ્તારો જેવા કે ફારુકે આઝમ ચોક, હૈદર કરાર ચોક, રેલ્વેના પાટાવાળો વિસ્તાર, ઈમામે આઝમ ચોક, થરી વિસ્તાર, હોળી ફળી, ગઢવાળી સ્કુલ વાળો વિસ્તાર, અને ભુગર્ભ ગટરનો સંપ બનાવવામાં આવેલ છે, તે તમામ સ્થળની મુલાકાત કરી હતી. ઉપરાંત ખારી વિસ્તાર સુધી ચાલીને બધીજ જગ્યાએ રોડ, રસ્તા, સફાઈ, અને ભૂગર્ભ ગટરથી ગંદકી, અને પીવાના પાણીના ગટરના મીશ્રણ અંગેની જાત નીરીક્ષણ કરી અને રસ્તામાં ઉભા રહીને વિસ્તારના લોકોને રહેવાસીઓને તેઓની રજુઆતો ધ્યાનપૂર્વક સાંભળી લગત અધિકારીઓને તાત્કાલીક આ બાબતે કાર્યવાહી કરવાની સુચના આપી છે. અને વિસ્તારના લોકોને વિકાસ માટેની ખાતરી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ