વાલસુરા નેવી દ્વારા નૌ સેના સપ્તાહ અને સ્વર્ણિમ વિજય વર્ષ ની ઉજવણી

અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા. 19
આગામી તા. 4 ડીસેમ્બર ના નૌ-સેના દિવસ નિમિત્તે જામનગર સ્થિત આઈએનએસ વાલસુરા દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નૌ સેના દિવસની ઉજવણી અંગે માહિતી આપવા આયોજિત પત્રકાર પરિષદમાં વાલસુરાના કમાન્ડીંગ ઓફીસરે જણાવ્યું હતું કે ભારતીય નૌ સેનાએ 4 ડીસેમ્બરે 1971ના દિવસે ભારત-પાક યુદ્ધ દરમ્યાન કરાંચી બંદર ઉપર સફળ મિસાઈલ હુમલો કર્યો હતો, જેની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આઈએનએસ વાલસુરા દ્વરા જીવન કા ઉપહાર શિર્ષક હેઠળ સમયાંતરે નિયમિત રીતે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. તે પ્રમાણે નૌ સેના સપ્તાહ દરમ્યાન પણ રક્તદાન પ્રવૃત્તિ ચાલી રહી છે.
જામનગરના બાળકો માટે ચિત્રકળા સ્પર્ધા યોજાઈહતી. તા. ર3-11-ર1ના વાલસુરાના ક્લોક ટાવર માં આંતરશાળા પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે.અને ચિત્રકળા સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે.
આગામી તા. 4-1ર-ર0ર1 ના દિને સૂર્યાસ્ત સમારોહ તથા બીટીંગ રીટ્રીટ કાર્યક્રમ યોજાશે. જેમાં સાતત્ય અભ્યાસ, પીટી તથા મશાલ પ્રદર્શન રજુ કરાશે.
તા. 1ર-1ર-ર1ના હીલ્સ ઓ વ્હીલ્સ, વુમન પાવર ટુ એમ્પાયર થીમ સાથે વાહનોની કાર રેલી યોજાશે. જે આસપાસના ગામડાઓમાં પરિભ્રમણ કરશે.
નૌ સેના સપ્તાહ અને સ્વર્ણિમ વિજય વર્ષના ઉપલક્ષ્યમાં પ-1ર-ર1ના 1ર કિ.મી.ની વિજય દોડ યોજાશે. જે વાલસુરાથી શરૂ થઈ ને વાલસુરા સ્ટેડીયમ માં જ પૂર્ણ થશે. જેમાં નૌસેના, આર્મી, તથા એરફોર્સ ના જવાનો તેમજ નાગરિકો મળી 400 દોડવીરો ભાગ લેશે. કોરોના સંદર્ભમાં 400 ની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ