લાલપુરના મચ્છુ બેરાજામાં વીજ આંચકો લાગતા પિતા- પુત્રના મોત

પુત્ર ઉપર પડેલા જીવંત વાયરને દુર કરવા જતાં બની ઘટના: જામનગરમાં મહીલાએ ગળાફાંસો ખાધો

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા 21
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં ભારે કરૂણાંતિકા સર્જાઈ છે, અને પિતા પુત્ર બન્ને ને વીજઆંચકો ભરખી ગયો છે. પુત્ર ઉપર પડેલા જીવંત વીજ વાયરને દૂર કરવા માટે ગયેલા પિતાને પણ વીજ શોક લાગતા બંનેના ઘટના સ્થળેજ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા, અને પરિવારમાં ભારે કરૂણાંતિકા સર્જાઈ છે.
લાલપુર તાલુકાના બેરાજા ગામ માં રહેતા નિરવ પ્રકાશભાઈ પરમાર નામનો 10 વર્ષનો બાળક પોતાના ઘર નજીક ઉભો હતો, તે દરમિયાન જીવંત વીજ વાયરો તૂટી ને માથે પડ્યો હતો. જેથી તે તરફડીયા મારી રહ્યો હતો.
આ સમયે તેના પિતા પ્રકાશભાઈ ભવાનભાઈ પરમાર કે જેનું ધ્યાન પડતાં તેઓ દોડી આવ્યા હતા, અને પુત્ર ને બચાવવા જતાં તેઓ ને પણ આંચકો લાગી ગયો હતો. જેમાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.
આ બનાવ અંગે વિજય કાનજીભાઈ પરમારે પોલીસને જાણ કરતાં લાલપુરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવને લઇને મૃતકના પરિવારમાં કરુણાતિક સર્જાઇ છે. પિતા-પુત્રના મૃત્યુને લઈને મચ્છુ બેરાજા ગામ માં પણ ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
મહિલાનો આપઘાત
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મુરલીધર સોસાયટી શેરી નંબર સાત માં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદાર રજનીભાઈ જયંતીભાઈ માલાણી પત્ની રેખાબેન રજનીભાઈ નામની 33 વર્ષની પરિણીતાએ પોતાઓના ઘર માં પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પતિ રજનીભાઈ બ્રાસપાર્ટ નું કારખાનું ચલાવે છે. જયારે તેઓનો લગ્ન ગાળો દસ વર્ષનો છે, અને સંતાનમાં બે પુત્રીઓ છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે જાણવા પોલીસ મથામણ કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ