જૂનાગઢ સુખનાથ ચોક વિસ્તારમાંથી મોટરસાયકલ ચોર ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા)
જુનાગઢ તા. 21
જૂનાગઢ તાજેતરમાં ચિતાખાના ચોક પાસેથી આવેલ પાનની દુકાનેથી ચોરાયેલ મોટરસાયકલ ની ઉઠાંતરી કરનાર ઇસમને ચોરાયેલ મોટરસાયકલ સાથે સુખનાથ ચોક પાસેથી પકડી પાડી મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ જૂનાગઢ એલસીબી ની ટીમે ઉકેલયો હતો.
જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણ ઉકેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ ફરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પી.આઇ.તથા અન્ય અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય. તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસ-પાસના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. આજરોજ પોલીસ સ્ટાફના માણસો જૂનાગઢ, સુખનાથ ચોક, ઝુલેલાલ મંદિર નજીક પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સંયુકતમાં ખાનગીરાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, એક ઇસમ કે જેણે ચેક્સ વાળો શર્ટ તથા કબુતરી કલર જેવુ જીનસનુ પેનટ પહેરેલ છે. અને તેની પાસે 1579 નંબરનુ સ્પેલનડર મોટર સાયકલ છે. જે મોટર સાયકલ આ ઇસમએ ચોરી અગર તો છળકપટથી મળેવેલ છે. તેવી બાતમી ના આધારે બાતમી વાળા સ્થળે વોચમાં હતા તે દરમયાન જિલ્લા જેલ તરફથી એક ઇસમ મોટર સાયકલ લઇને આવતા પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી ઉપરોકત મોટર સાયકલ બાતે પુછતા અને મોટરસાયકલના આધારો માંગતા પોતાની પાસે ન હોવાનુ જણાવતા. મોટરસાયકલ ના રજી. નંબર તથા ચેસીસ નંબર આધારે પોકેટ કોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા ઉપરોકત મોટરસાયકલ ચોરીયાઉ હોય અને જૂનાગઢ એ ડીવી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે આઇ.પી.સી કલમ 379 મુજબના ગુન્હો રજી થયેલ હોય આ બાબતે પોલીસે આરોપીની વધુ પુછપરછ કરતા જણાવેલ કે, પોતે આ મોટર સાયકલ ચિતાખાના ચોક, જુની સીવીલ હોસ્પીલ નજીક આવેલ એક પાનની દુકાનેથી ચોરી કરેલાની હકિકત જણાવતા આ સંજય રાજુ સોલંકી જાતે દેવીપુજક ઉંમર વર્ષ 20 વાળા આ ઇસમને ઉપરોકત ગુન્હામાં અટકાયત કરી મોટરસાયકલ સાથે એ ડીવીજન પોલીસ ને સોપવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ