જામકંડોરણામાં ગેસ આધારીત સ્મશાન સગડીનું લોકાર્પણ

રાજકોટ જીલ્લામાં આવી સારી, સેવા મેળવતું પ્રથમ ગામ બનતું કંડોરણા

(પ્રતિનિધિ દ્વારા) ધોરાજી તા. 12
જામકંડોરણા ગામ ખાતે રાજકોટ જીલ્લામા સૌ પ્રથમ ગ્રામપંચાયત લેવલે રૂ.45 લાખના ખર્ચે ગેસ આધારીત સ્મશાન સગડી નૂ લોકાર્પણ કરાયૂ છે
રાજકોટ જીલ્લા ના જામકંડોરણા તાલૂકા માં જામકંડોરણા ગામ ખાતે માજી મંત્રી ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ના પ્રયાસો થી સરકાર દ્વારા 45 લાખ ના ખચે ગેસ આધારીત સ્મશાન સગડી મંજૂર કરાઈ હતી જેમની કામગીરી પૂણ થતાં જામકંડોરણા ગામ ખાતે ગેસ આધારીત સ્મશાન સગડી નો લોકાર્પણ કાયકમ યોજાયો હતો આ કાયકમમા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ડેરી ના માજી ચેરમેન ગોવીદ ભાઈ રાણપરીયા, યાડ ચેરમેન વિઠલ ભાઈ બોદર, ચદૂભા ચોહાણ, જીતૂભાઈ ગોડલીયા, સહિતના અગણી ઓ ની ઉપસ્થિતી માં લોકાર્પણ કરાયૂ હતૂ.
આ અંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા એ જણાવ્યું હતું જામકંડોરણા ગામ ખાતે રાજકોટ જીલ્લામા સૌ પ્રથમ ગ્રામપંચાયત લેવલે રૂ.45 લાખના ખર્ચે ગેસ આધારીત સ્મશાન સગડી કાયરત કરાઈ છે જેમનૂ લોકાર્પણ કરાયૂ છે.

રિલેટેડ ન્યૂઝ