ધરાર પ્રેમી અપહરણ કરી ગયા બાદ બદનામીના ડરથી સગીરાનો આપઘાત

પોલીસે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી તપાસ આદરી: આરોપી સગીરની અટકાયત

જેતપુર,તા.13
જેતપુરના ખજૂરી ગુંદાળા ગામની સગીરાને ગામનો શખ્સે દુષ્કર્મના ઈરાદે અપહરણ કરી રૂમમાં બંધ કરી દીધાની ઘટના બાદ ધરાર પ્રેમીના ત્રાસ અને સમાજમાં બદનામીના ડરને કારણે સગીરાએ આપઘાત કરી લીધો હતો જે બનાવમાં જેતપુર તાલુકા પોલીસમાં ધરાર પ્રેમી સામે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના ખજૂરી ગુંદાળા ગામે રહેતી દલિત પરિવારની સગીર વયની પુત્રીનું જેતપુરના ખજૂરી ગુંદાળા ગામે રહેતા હિતેશ હરસુખભાઇ મકવાણાએ દુષ્કર્મના ઈરાદે બળજબરીથી બાવડું પકડી પોતાના ઘરે લઈ ગયા બાદ તેને ઘરમાં પૂરી દીધી હતી અને આ ઘટનાની જાણ સગીરાના સગા-વ્હાલાને થઈ હોય સમાજ અને સગા-વ્હાલામાં સગીરા તેમજ તેના પિતાની બદનામી ના ડરથી સગીરા સતત ચીંતામાં રહેતી હોય
આ ઘટના બાદ તે અસહ્ય માનસિક ત્રાસ ભોગવતી હોય સગીરાએ એસીડ પી આપઘાત કરી લીધો હતો. જે બાબતે મરણજનારના પિતાની પોલીસ ફરીયાદને આઘારે જેતપુર તાલુકા પોલીસે અપહરણ, નિર્લજ્જ હુમલો તેમજ આપઘાત માટે મજબુર કરવા બાબતનો ગુનો નોંધાયો હતો
આ ફરીયાદ અન્વયે જેતપુર તાલુકા પોલીસે આરોપી સગીર સામે આઈપીસી કલમ 306, 363, 342 તથા 354 મુજબ ગુન્હો દાખલ કરી તેની ધરપકડ કરી પી,આઈ ટી.બી. જાની ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ