સૌરાષ્ટ્ર-કચ્છમાંં શિત લહેરનો કોપ યથાવત: વાતાવરણ ટાઢુ બોળ, લોકો થરથરીયા

અર્ધા રાજયમાં પારો 10 ડીગ્રી નીચે: 50 કીમી પ્રતિ કલાક સુધી ફૂંકાતી શીતલહેરથી જનજીવન સજીવ-નિર્જીવ સૃષ્ટિ ભારે પ્રભાવીત

રાજકોટ, તા. 23
સૌરાષ્ટ્ર-કચ્છમાંં શિતલહેરનો કોપ યથાવત રહેતા વાતાવરણ ટાડું બોર થતા લોકો થરથરીયા ઉઠયા હતા તો
અર્ધા રાજયમાં પારો 10 ડીગ્રી નીચે પહોંચ્યો હતો. તો 50 કીમી પ્રતિ કલાક સુધી ફૂંકાતી શીતલહેરથી જનજીવન સજીવ-નિર્જીવ સૃષ્ટિ ભારે પ્રભાવીત આવા સમયે સતત લોકોને હેરાનગતી અને પરશાની ભોગવવી પડી હતી. એક બાજુ તંત્ર લોકોને સતર્ક રહેવા સાથે બને ત્યાં સુધી ઘરમાં રહેવા અથવા બહાર નિકળવું પડે તો એકદમ રાહત મળે તેવા ગરમ કપડા પહેરવા પણ સુચના અપાઈ હતી.
રાજકોટ
રાજકોટમાં અવિરત કાળઝાળ ઠંડીથી માત્ર લોકો જ નહીં સમગ્ર સજીવ-નિર્જીવ સૃષ્ટિ પણ ભારે ભારે પ્રભાવિત જોવા મળે છે. ખાસ કરીને આજે દિવસ ભર અવિરત બેકાબુ ઠંડોગાર પવન ફૂંકાતા લોકો ઘર બહાર નિકળવા અસર્મથ જોવા મળ્યા હતાં. આજે રાજકોટ શહેરમાં લઘુતમ તાપમાન 9.7 ડીગ્રી નોંધાયુ હતું તો મહતમ તાપમાન 24.8 ડીગ્રી નોંધાયુૂ હતુ. હવામાં સવારે 40 ટકા સાંજે 12 ટકા ભેજ નોંધાયો હતો. જેને કારણે શહેરીજનો આવા ભેજના વાતાવરણ વચ્ચે ફૂંકાતી બેફામ ગતીની ઠંડીથી બેકાબુ હાલતમાં થરથરતા જોવા મળ્યા હતાં.
જામનગર
જામનગર માં બરફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને ધ્રુજાવ્યા છે. ગઈકાલે રવિવારે પ્રતિ કલાકના 30 થી 35 કિ.મી ની ઝડપે ફૂંકાયેલા બરફીલા ઠંડા પવનના કારણે જન જીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. ઠંડીનો પારો 14 ડિગ્રી આસપાસ રહ્યો છે. સાથોસાથ મહત્તમ તાપમાન નો પારો પણ થોડો નીચે આવ્યો છે, અને ભેજનું પ્રમાણ વધ્યું છે.
જામનગર માં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. જેમાં પવનની તીવ્રતામાં વધારો નોંધાયો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે. અને લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટાઈને નીકળવું પડી રહ્યું છે. ગઈકાલે રવિવારે પણ અમુક માર્ગો સુમસામ જોવા મળતા હતા, તો જાહેર સ્થળો પર પબ્લિકની અવરજવરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે પણ પવનની તીવ્રતા યથાવત રહી હતી.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8 વાગ્યે પુરા તથા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 14 ડિગ્રી , જયારે મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30 થી 35 કિ.મી. ની ઝડપે રહી હતી.
ભાવનગર
ગોહિલવાડ પંથકમાં માં ઠંડી નું પ્રમાણ યથાવત રહેવા પામ્યું છે. ભાવનગર શહેરમાં આજે સોમવારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજનું મહત્તમ તાપમાન 26.3 ડિગ્રી રહેવા પામ્યું હતું . વાતાવરણમાં ભેજનું પ્રમાણ 32 % અને પવનની ઝડપ 12 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.

રિલેટેડ ન્યૂઝ