હવે સૌરાષ્ટ્ર યુનિ.માં ગ્રેજ્યુએશન કોર્ષ 4 વર્ષનો

નથી શિક્ષણ નિતિની અમલવારીનો એકેડેમિક કાઉન્સીલનો નિર્ણય

રાજકોટ તા. 23
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુકેશનનો કોર્ષ ચાર વર્ષનો કરાયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ નવી શિક્ષણ નિતિનો અમલ કરાવવા જઈ રહી છે. જે મુજબ આગામી નવા શૈક્ષણિક સત્રથી ચાર વર્ષનો ગ્રેજ્યુએશન કોર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ એલએલબીમાં પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રના નીયમ મુજબ કરાશે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ગીરીશ ભિમાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિઠી દ્વારા ગ્રેજ્યુએશનના વર્ષોથી ત્રણમાંથી ચાર કરવામાં આવ્યા હતાં. તેમજ સૌરાષ્ટ્ર યુનિવસિટી હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ- 2020ની અમલવારી કરવા જઈ રહી છે. જેમાં આગામી નવા શૈક્ષણિક સત્ર 2023-2024થી ગ્રેજ્યુએશનનો કોર્ષ ચાર વર્ષનો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં વિદદ્યાર્થીઓને ત્રણ અને ચાર વર્ષ રાખવા માટેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તેમજ એલએલબીના પ્રવેશના નિયમમાં ફેરફાર કરાયો છે. જેમાં હવે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમને આધિન કેન્દ્ર નિયમ મુજબ પ્રવેશ અપાશે. વધુમાં કહ્યું હતું કે, ગ્રેજ્યુએશન ચાર વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશન એક વર્ષ કરવાથી સૌથી મોટો ફાયદો વિદેશ ભણવા જતી વેળાએ થશે. ઘણા દેશોમાં આપણું ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન માન્ય ન હોતું રહેતું પરંતુ એ ચાર વર્ષનું ગ્રેજ્યુએશન થશે અને કોર્ષની ક્રેડિટ સ્ટુડન્ટની એબીસી ક્રેડિટની ડિપોઝિટરીમાં જમા રહેશે ચાર વર્ષના ગ્રેજ્યુએશનમાં પ્રથમ વર્ષે કોર્સનું સર્ટિફીકેટ, બીજા વર્ષે ડિપ્લોમાની ડિગ્રી, ત્રીજા વર્ષે સ્નાતકની ડિગ્રી અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી અપાશે. યુનિવર્સિટીમાં આજે મળેલી એકેડેમીક કાઉન્સિલની બેઠકમાં 181 જેટલા એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ, જામનગર, ધોરાજી, મોરબી, વાંધાનેર, અમરેલી સહિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સલગ્ન કોલેજોમાં નવા કોર્ષ મંજુર કરવામાં આવ્યા હતં. તેમજ કોલેજોને નવા જોડાણ આપવામાં આવ્યા હતાં. ઉપરાંત એક કોલેજનું જોડાણ જે પ્રાઈવેટ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી તેનું જોડાણ રદ કરવામાં આવ્યું છે.

સેનેટની ચૂંટણી સંભવિત 31 ઓગસ્ટ સુધીમાં લેવાશે
કુલપતિ પ્રો.ગીરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, સેનેટની ચૂંટણીની તારીખ માટે સોગંદનામું કોર્ષમાં રજૂ કરવામાં આવ્યું છે. અને તેમાં 31 ઓગસ્ટ- 2023 પહેલા સંભવિત તારીખ જાહેર કરવા માટેનું જણાવાયું છે. માર્ચ અને એપ્રિલમાં પરીક્ષાનો માહોલ હોય ઓગસ્ટ મહિનામાં ચૂંટણી માટે યોગ્ય સમય અનુકુળ હોય એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો છે.

રિલેટેડ ન્યૂઝ