રાજકોટમાં વધુ એક કારખાનેદાર હનીટ્રેપનો શીકાર : બ્લેક મેઈલીંગ કરી દોઢ લાખ માંગ્યા

આજીડેમ પોલીસે ગુનો નોંધી ટોળકીને લીધી સકંજામા

રાજકોટ તા. 24
સોશિયલ મીડિયાના યુગમાં હનીટ્રેપના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટના વધુ એક કારખાનેદારને યુવતી સાથે સેટીંગ કરાવી દેવાની મધલાચ આપી એક દિવસ સાથે ફરવા ગયા બાદ મજા કરી તેનો વિડિયો મારી પાસે છે મને દોઢ લાખ આપ નહીતર વિડિયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપતા અંગે કારખાનેદારે પોલીસની મદદ માંગી હતી. આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે સુંદરમ પાર્કમાં રહેતા અને માંડાડુંગરમાં બહુચર પ્લાસ્ટીક નામનું કારખાનું ધરાવતા વાસુદેવ ઉર્ફે વાસુભાઇ પોપટભાઇ વાઘરોડીયા (ઉ.વ.42) પટેલ યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે વેલનાથપરામાં રહેતી ધારાબેન રમેશ બાબરીયા અને માંડાડુંગર ગોકુલ પાર્કમાં રહેતી મીનાબેન જીવણ સોલંકી તથા એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદના કારખાના પાસે આવેલ અવિ કારખાનામાં મીનાબેન સોલંકી કામ કરતા હોય જેના કારણે ફરિયાદી તેને ઓળખતા તા અને સાતમ-આઠમ પર મીનાબેનને પોતાના કારખાને કામે આવવાની વાત કરી હતી. ત્યારથી એકબીજા ફોન પર અવારનવાર વાતચીત કરતા હતા અને સંબંધ બંધાયો હતો. થોડા દિવસ પહેલા મીનાબેન દવાખાના બહાને કારખાનેદાર પાસેથી સાત હજાર ઉછીના લઇ ગયા બાદ ફરિયાદએ રૂપિયા પરત માગતા મીનાબેને રૂપિયફા રહેવા દધો હું તમારૂ મારી બહેનપણી સાથે સેટીંગ કરાવી દઉ તેવી મધલાચ આપી હતી. ત્યારબાદ 21/1/23ના મીનાબેને ફોની કરી કારખાનેદાર વાસુદેવને મળવા બોલાવ્યો હતો જ્યાં પોતાની બહેનપણી ધારા સાથે ઓળખાણ કરાવી હતી આ વખતે ધારાએ પોતાનું એકટીવા બગડી ગયુ છે તેમ કહેતા મધલાચમાં આવી જઇ કારખાનેદારે પોતાના જાણીતા મેરેજમાં ધારાનું એકટીવા રીપેરીંગમાં મુકયું હતું. જેનો ત્રણ હજાર ખર્ચે ફરિયાદીએ ભોગવ્યો હતો. એકટીવા રીપેરીંગમાં મૂકયા બાદ કારખાનેદાર વાસુદેવ અને ધારા ચોપડા તરફ સીમ વિસ્તારમાં એકલા ફરવા માટે ગયા હતા અને સાંજે પરત આવ્યા બાદ બીજા દિવસે ધારાસએ કારખાનેદારોને ફોન કરી દવાખાનાના કામે 10 હજાર માંગ્યા હતા જે કારખાનેદારે આપવાની ના પાડી હતી. જેના કારણે ઉશ્કેરાયેલી ધારાએ આપણે ઓખડા ચોકડીએ ગયા હતા અને મજા કરી તેનો વિડિયો મારી પાસે છે દોઢ લાખ આપ નહીતર કારખાને આવીને ભવાઢડો કરીશ અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ધારા બ્લેક મેઇલ કરતી હોવાની કારખાનેદારે પોતાની ઓળખીતી મીનાને ફોનની વાત કરતા તેને સમાધાન કરી લેવા કહ્યું હતુ અને વાતચીત બાદ એક લાખ આપવાની વાત કરી હતી પરંતુ કારખાનેદારે પૈસા આપવાની ઘસીને ના પાડી દીધી હતી. ગઇકાલો સવારે ફરી ધારાનો ફોન આવ્યા હતો અને 50 હજાર આપી દે વિડિયો ડીલીટ કરી નાખીશ નહીતર માથાકુટ થશે તેમ કહ્યા બાદ તેના કોઇ મિત્રને ફોન આપતા અજાણ્યા શખ્સે કારખાનેદારને પુરુ કરી નાખો નહીતર આમા તો મર્ડર પણ થાય તેવી ધમકી આપી હતી. હનીટે્રપમાં ફસાયેલા કારખાનેદારને ફોન પર ધમકી મળતા અંતે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બે મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની તપાસ એ.એસ. આઇ. રવિરાજસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ