વિસ્તાર મહાપાલિકામાં ભળ્યા બાદ મહત્વના દસ્તાવેજ, વારસાઈ નોંધનું સાહિત્ય કોણ લઈ ગયું તે ખબર નથી: નાયબ મામલતદારે નોંધાવી પોલીસ ફરિયાદ
રાજકોટ,તા.17
કૌભાંડ કારોની નગરી તરીકે કુખ્યાત બનેલ રાજકોટ શહેરમાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યાર ેતંત્રની છત્રછાયામાં વધુ એક મહા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. રાજકોટની ભાગોળે આવેલ વાવડી ગ્રામ પંચાયતની કચેરીમાંથી 50 વર્ષનું રેવન્યુ રેકર્ડ ગુમ થઈ ગયાની પોલીસમાં જાહેરાત કરતા સનસનાટી મચી જવા પામી છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઈ. ધરાના નાયબ મામલતદાર એમ.ડી. મહેતાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવા જોતા એન્ટ્રી કરાવી છે તેમાં વાવડી ગ્રામ પંચાયતની કચેરીમાંથી રેવન્યું રેકર્ડ ગુમ થઈ ગયું હોવાનું જણાવ્યું છે. 1955થી લઈને 2004 સુધીનું વાવડી ગ્રામ પંચાયતમાં રાખવામાં આવેલ કિંમતી રેવન્યું રેકર્ડ ગુમ થઈ ગયાની જાણ કરવામા આવી છે. જેમાં 50 વર્ષના અસલ દસ્તાવેજો 135 ડીની નોટીસ, વારસાઈ નોંધના અસલ દસ્તાવેજો ગુમ થઈ ગયા છે.7 વર્ષ પહેલા 2015માં વાવડી અને કોઠારિયા ગ્રામ પંચાયત મહાનગરપાલિકામાં ભળી ગયું હતું. જો કે ગ્રામ પંચાયત હસ્તકના રેવન્યું રેકર્ડ મહાનગરપાલિકાએ સંભાળવાના હોય છે ત્યારે રેવન્યું રેકર્ડ મામલતદાર કચેરી હસ્તક રહેતા હોય છે. વાવડી ગ્રામ પંચાયત હસ્તકનું રેકર્ડ મહાનગરપાલિકાએ સંભાળ્યું નહોતું જેના કારણે તમામ રેકર્ડ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી મંત્રી મનીષ આર ગીધવાણી વાવડી ગ્રામ ંચાયતના તલાટી મંત્રી મનીષ ગીધવાણી તા. 7-3-22ના રોજ તપાસ કરવા જતા વાવડી ગ્રામ પંચાયતન કબાટમાં રાખવામા આવેલ અબજો રૂપિયાની મિલ્કતના કિંમતી રેકોર્ડ મળી આવ્યા નહોતા. આ બાબતે તપાસ કર્યા બાદ કલેક્ટરને રિપોર્ટ કરવામા આવતા મામલતદાર દ્વારા આ બાબતે નાયબ મામલતદારને તપાસ સોંપી હતી. ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા નાયબ મામલતદાર એમ.ડી. મહેતાએ વોર્ડ કમેટીએ આવેલ હાનગરપાલિકાના કર્મચારીઓની પણ પૂછપરછ કરી હતી. પરંતુ મહાનગર પાલિકાના કર્મચારીઓએ રેકર્ડ ગુમ થયા અંગેની કોઈ જ જાણ તેમની પાસે નહતી. એક વર્ષથી રેવન્યું રેકર્ડ ગુમ થવા ંગે ચાલી રહેલી તપાસમાં અંતે કલેક્ટર કચેરી દ્વારા તાલુકા પોલીસ મથકમાં રેવન્યું રેકર્ડ ગુમ થયાની જાણવા જોગ એન્ટ્રી કરાવી પોતાની જવાબદારીમાં હાથ ખંખેરી નાખવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ તાલુકા પોલીસે રેવન્યું રેકર્ડ ગુમ થવા અંગેની જાણવા જોગ એન્ટ્રીના આધારે પીએસઆઈ પી.પી. ચાવડાએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રેકર્ડ ગુમ કરવા પાછળ ભેજાબાજનો હાથ હોવાની શંકા
રાજકોટ કૌભાંડિયાઓની નગરી બની ગઈ છે. ત્યારે વાવડી ગામ પંચાયતમાંથી એક વર્ષ પહેલા અબજો રૂપિયાની કિંમતી મિલ્કતના દસ્તાવેજો ગુમ થઈ ગયાની પોલીસમાં જાહેરાત થઈ છે. ત્યારે રેકોર્ડ ગુમ કરવા પાછળ કોઈ કૌભાંડિયા કે ભેજાબાજોનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામા આવી રહી છે.
સરકારી તંત્ર એક વર્ષથી એકબીજાને આપે છે ખો
રાજકોટના વાવડી ગામ મહાનગરપાલિકામાં ભળી ગયા બાદ ગ્રામ પંચાયત હસ્તકનું કરોડોની કિંમતી જમીનનું રેવન્યું રેકર્ડ ગુમ થવાની પોલીસમાં જાણ કરવામા આવી છે ત્યારે આ મુદ્દે કલેક્ટર તંત્ર અને આર.એમ.સીના સાફ જવાબદારીથી છટકવા એકબીજાને ખો આપી રહ્યો છે.