સૌરાષ્ટ્રમાં ધો.10ના પરિણામમાં અનેક છાત્ર-છાત્રોનો શ્રેષ્ઠ દેખાવ

છાત્રોએ એકબીજાના મો મીઠા કરાવી ગરબે ઘૂમ્યા, આતશબાજી સાથે છાત્રોનું સન્માન

રાજકોટ તા. 25
રાજ્યમાં આજે ધો. 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે જેમાં રાજ્યનું 64.42 ટકા પરિણામ જાહેર કરવામા આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રનું પરિણામ 67 ટકાની નજીક રહેવા પામ્યું છે. સૌરાષ્ટ્રમાં મોરબી 75.43 ટકા પરિણામ સાથે પ્રથમ નંબરે તો રાજકોટ 72.74 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે જ છાત્રોએ એકબીજાને મો મીઠા કરાવ્યા હતા. તો શાળાના પટાંગણમાં છાત્રોએ ગરબે ઘૂમ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો. 10 બોર્ડની પરીક્ષાના પરિણામમાં છોકરાઓને પછાડી છોકરીઓ આગળ નીકળી હતી.

ઉના
ગીર સોમનાથ જિલ્લા નાં ઉના તાલુકા નું પરિણામ 52 ટકા સાથે જીલ્લા સૌથી વધુ રહ્યું છે તાજેતરમાં પરિણામ માં ઉના શહેરની ગુલિસતા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા નું પરિણામ 85.19 ટકા આવેલ છે આ શાળા માં અભ્યાસ કરતી ધોરણ 10 ની વિદ્યાર્થી ની ભાદરકા મુસ્કાન મહંમદભાઈ 92.39 રેન્ક તેમજ મોલીમ મહેરીન અ.રજાકભાઈ 91.60 રેન્ક જમરોઠ સુનૈનાબાનુ યુસુફભાઈ 90.76 નાં રેન્ક સાથે એ ગ્રેડ મેળવ્યો હતો.

ધ્રોલ
લેઉવા પટેલ સેવા સમાજ ધ્રોલ સંચાલિત ડી.એચ.કે. મુંગરા ક્ધયા વિદ્યાલયે ધોરણ 10માં 91.23% ઝળહળતું પરિણામ મેળવી ધ્રોલ તાલુકાની ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. 10માં ગત વર્ષની જેમ ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવી લેઉવા પટેલ સેવા સમાજનું ધ્રોલનું ગૌરવ વધારેલ છે. પ્રથમ ક્રમે ચાવડા ખ્યાતિ પી. 98.90 પી.આર. તથા દ્વિતિય ક્રમે પીપરિયા ખુશી એમ. 98.9 પીઆર અને ભંડેરી દિશા દિનેશભાઈ 98.1 પી.આર. સાથે તૃતિય ક્રમ મેળવી શાળાનું અને સમાજનું ગૌરવ વધારે છે. શાળાની કુલ 6 વિદ્યાર્થીની બહેનો એ-2 ગ્રેડમાં મેળવેલ છે.

પ્રાંચી
મૂળ પંડવા ગામ ના રહેતા હાલ જુનાગઢ ખાતે રહેતા સરમણભાઈ વાઢેર (શિક્ષક)ના પુત્ર રુદ્રાક્ષ કુમાર તે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ માં ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો સારી મહેનતથી આજે રુદ્રાક્ષ કુમાર એ 99.08 પી.આર. અને 90.16 ટકા સાથે પાસ કરીને પોતાનુ ડોક્ટર બનવાનું સપનું સાકાર કર્યું હતું. આ સિદ્ધિ બદલ ગીર સોમનાથ જિલ્લા તથા સમસ્ત કોળી સમાજનું ગૌરવ તથા શાળાનું ગૌરવ વધાર્યું છે.

મોટાદડવામાં 28માંથી 2 છાત્રો થયા પાસ
ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે એમ.ડી વખારીયા હાઈસ્કૂલનું પરિણામ માત્ર 7.14% એટલે કે 28 વિદ્યાર્થીઓમાંથી માત્ર કહેવા પૂરતા 2 વિદ્યાર્થીઓ જ પાસ થયા.ગોંડલ તાલુકાનું વસ્તી ની દ્રષ્ટિ એ તેમજ મોટું મતદાન મથક ધરાવતું મોટાદડવા ગામ તાલુકામાં નંબર 2 પર આવે છે પરંતુ આ ગામમા ઉચ્ચતર માધ્યમિક તેમજ માધ્યમિક એમ બે ઉચ્ચસ્તરીય શિક્ષણ હોવા છતાં પરિણામ ઓછું આવતાં ગ્રામજનોમાં ચિંતા પ્રર્વતી ગ્રામજનો નું કહેવું છે શિક્ષણ ની બાબતમાં ગામ ઉણું રહ્યું.માત્ર 28 વિધાર્થી માંથી માત્ર 2 વિદ્યાર્થી પાસ બે ડર્જન ઉપર વિદ્યાર્થીઓ નાપાસ થતાં ગ્રામજનો એ શિક્ષણ તરફ સજાગ થવું જરૂરી લાગી રહ્યું છે. તેવું ગામના આગેવાનો સૂચવી રહ્યા છે.

નીકાવા
એલ.જી. એન્ડ જી.સી. પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત કાર્તિક વિદ્યાલય નિકાવામાં ધો.10 બોર્ડની પરીક્ષામાં જાડેજા પુજાબા બી. પીઆર 92.56 સાથે પ્રથમ, જાડેજા વિષ્ણુસિંહ જે.પી.આર. 91.91 સાથે દ્વિતિય અમી ધંધુકીયા વૈભવી એસ. પીઆર 88.46 તૃતીય ક્રમ મેળવ્યો છે.

કાલાવડ
કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલીત બી.બી.એન્ડ પી.બી. હીરપરા ક્ધયા વિદ્યાલય તથા કાલાવડ ઈગ્લીશ મીડીયમ સ્કુલ તથા ક્ધયા પ્રાથમિક વિદ્યાલય તથા અકબરી ક્ધયા છાત્રાલયની ભાલારા માહી આર. પ્રથમ 99.84 પીઆર, પાનસુરીયા મિરલ ડી બીજો 99.74 પીઆર, વિરડીયા પલક આર ત્રીજો 99.60 પીઆર, ચિખલીયા પૂરી આર. ચોથો 99.49 પીઆર, રાંક પ્રીન્સી ડી. ચોથો 99.49 પી.આર. પાંચ વિદ્યાર્થીનીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

જામનગર
આજે ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. જેમાં જામનગર નું કુલ 69.65 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે જામનગર ની બ્રિલિયન્ટ સ્કૂલના વિધાર્થીઓ માં ચૌહાણ વૃત્તાંશ 99.96 પી.આર , મકવાણા નિવ 99.49 , માંડવીયા અંકિતા 99.33 , સપડીયા મહંમદ સરવર 99.24, પી આર સાથે એ – 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સાથે જ અન્ય વિધાર્થીઓએ પણ સારા પી આર સાથે બ્રિલિયન્ટ સ્કૂલનું નામ રોશન કર્યું છે. હર હંમેશ વિધાર્થીઓના પરીક્ષામાં સારા ગુણ મેળવતી જામનગરની એક માત્ર બ્રિલિયન્ટ સ્કૂલ માત્ર સ્કોલરશીપ નહિ, સ્કોલરશીપ સાથે ઉત્કૃષ્ટ પરિણામ આપે છે. ત્યારે આજરોજ ધોરણ 10 બોર્ડના પરિણામને લઈને વિધાર્થીઓના વાલીઓમાં પણ આનંદની લાગણી છવાઈ છે.

ભાવનગર
ભાવનગર જિલ્લાની 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં આ વર્ષે પણ ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનો સમાવેશ થાય છે.રાજ્યની દિવ્યાંગ શાળાઓ પૈકીની આ શાળામાંથી કુલ 16 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી પ્રથમ ક્રમે 65.20% ટકા સાથે અમિત પી. ગરણીયા આવેલ છે.જ્યારે કુલ 08 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે ઉતીર્ણ થયા છે.

ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા તાલુકામા એકથી ત્રણ નંબરે આગળ વિધાથીઁઓ સામાન્ય પરિવારમાંથી આવતા હોવાનુ સામે આવ્યુ છે જેમા ધ્રાંગધ્રા તાલુકામા પ્રથમ ઠક્કર ભૌતિકના પિતા હિતેન્દ્રભાઇ પ્રાથમિક સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ નિભાવે છે જ્યારે દ્વિતિય નંબરે સોમપુરા પ્રતિતના જયદિપભાઇ સિવિલ એન્જીનીયરનો વ્યવસાય કરે છે આ બંન્ને શિખર પબ્લીક સ્કુલના વિધાથીઁઓ આ તરફ તાલુકામા ત્રીજા ક્રમાંકે તપોવન વિધાલયના વિધાથીઁની પટેલ યશ્વીબેનના પિતા રાયચંદભાઇ પણ પ્રાથમિક સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે એમ ત્રણેય ધ્રાંગધ્રામા પ્રથમ, દ્વિતિય અને ત્રૃતિય ક્રમાંકે આવતા પોત-પોતાની સ્કુલો દ્વારા સન્માન કરાયુ હતુ.

વાંકાનેર
મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આવેલી જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈએ 99.99 પીઆર સાથે ગણિત અને સંસ્કૃત બંને વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં બોર્ડ પ્રથમ આવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યુ છે. નોંધનીય છે કે, મિત પટેલના પિતા શૈલેષભાઈ પટેલ વાંકાનેર કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે.

રિલેટેડ ન્યૂઝ